કલમ લેખિકા મંચ દ્વારા મહિલાઓ સાહિત્યના જ્ઞાાનને ઉજાગર કરે છે
મહિલાઓમાં રહેલી આંતરિક શકિતઓને કલમ દ્વારા સાહિત્ય સ્વરૃપે બહાર લાવવાનું કાર્ય 'કલમ લેખિકા મંચ' કરે છે
વિજ્ઞાાન ટેકનોલોજીથી લઇને સાહિત્ય સફરના દરેક ક્ષેત્રમાં પુરુષોનો દબદબો રહ્યો છે ત્યારે આ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું સ્થાન જમાવી શકે અને પોતાની આંતરિક શક્તિમાં વધારો થાય તે માટે 'કલમ લેખિકા મંચ'નું ગૃપ બનાવ્યું છે. આ ગૃપ દર મહિનાના બીજા અને ચોથા ગુુરુવારે મેમનગર વિસ્તારમાં આવેલી મિશન ચર્ચની જગ્યામાં કાર્યક્રમ યોજાય છે. આ વિશે ગૃપના સંચાલક ગિરિમા ઘારેખાને કહ્યું કે, આ કલમ લેખિકા ગૃપ છેલ્લાં ૨૦ વર્ષથી ચાલે છે અને તેમાં ૨૭ બહેનો મેમ્બર છે.
કલમ લેખિકા મંચમાં બધી બહેનો જાતે તૈયાર કરેલ કાવ્ય, વાર્તા, નાટક જેવી કૃતિઓનું વાંચન કરવામાં આવે છે અને તેમાં રહેલી ક્ષતિને બધાની હાજરીમાં જ સોલ્યુશન કરવામાં આવે છે જેનાથી તેમની કૃતિઓને વધારે મજબૂત કરી શકાય છે અને લેખિકાના આત્મવિશ્વાસમાં વધારો કરી શકાય છે. પોતાના પરિવારમાં કામકાજની સાથે તેઓ પોતાની માતૃભાષા ગુજરાતી માટે કામ કરે છે. આ વર્ષે અમારા ગૃપ દ્વારા લેખિકાઓના અંકોનો ૮મો અંક બહાર પાડયો છે જે દરેક મહિલાઓની કલમની તાકાત છે અને આવનારા વર્ષોમાં પણ સારી કામગીરી કરવાનો અમારો પ્રયાસ છે.