જરૂરિયાતમંદોની સેવા એ જ ખરી 'અસ્મિતા'
આજની ફાસ્ટ લાઇફમાં પોતાના વકગ ટાઇમમાંથી સોશિયલ વર્ક માટે કેટલીક મહિલાઓ સમય ચોરી લેતી હોય છે, એમાં 'અસ્મિતા વુમન ગુ્રપ'નો સમાવેશ કરી શકાય. અસ્મિતા વુમન ગુ્રપ આશરે ૩૦ મહિલા જોડાયેલી છે. આ ગુ્રપમાં કોઇપણ મહિલા મેમ્બર બની શકે છે પણ શરત માત્ર એટલી છે કે, ખરેખર તેને કામ કરવાની ઇચ્છા હોવી જોઇએ. એવું અસ્મિતા વુમન ક્લબના પ્રેસિડન્ટ સંગીતા શાહનું કહેવું છે. તેઓ કહે છે કે, 'અમે દર મહિને ચારથી પાંચ પ્રોગ્રામ કરીએ છીએ, એમાં ફાસ્ટ લાઇફમાં બેસ્ટ લાઇફ, હેપ્પી મેરેજ લાઇફ કેવી રીતે જીવી શકાય.
પેઇન્ટ દ્વારા પોતાના ઇમોશનને વ્યક્ત કરવા વગેરે જેવી પ્રવૃત્તિ કરીએ છીએ. આ ઉપરાંત સવસ પ્રોજેક્ટ, સ્પેશિયલ ડે, વુમન હેલ્થ એમ વિવિધ પાસાઓનો સમાવેશ કરીએ છીએ. મકરબા, રામદેવ નગર જેવા વિસ્તારમાં જઇને એડલ્ટ એજ્યુકેશન, સ્વાસ્થ્યની સ્વચ્છતા પર ભાર આપીએ છીએ અને તેમને ગુટકા ખાવાનું બંધ કરાવીએ અને દૂધ, ચણા, ખજૂર જેવો હેલ્ધી આહાર લેવા સમજાવીએ છીએ. બાળ પ્રસુન્ન શાળામાં જઇને છોકરીઓને પિરિયડ અંગે સમજ અને એ દરમિયાન સ્વસ્થતા કેવી રીતે જાળવવી જોઇએ તેની સમજ ગાયનેકોલોજિસ્ટ દ્વારા અને વિડિયો બતાવીને આપીએ છીએ.'
તાત્કાલિક સારવાર દ્વારા મૃત્યુ આંક ઘટાડવાનું કાર્ય
અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ આંકમાં ઘટાડો કરી શકાય અને ઇજા પામેલા વ્યક્તિને ૧૦૮ આવે એ પહેલાં તાત્કાલિક સારવાર મળે અને દર્દીની લાઇફ બચી શકે એ માટે શું કરી શકાય? એ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એવું કહેતા સંગીતાબહેને કહ્યું કે, 'આ પ્રકારના પ્રોગ્રામ ટ્રાફિક એક્સપર્ટ સાથે મળીને કરી છીએ. ઉપરાંત રિક્ષાવાળાઓ જે અકસ્માતમાં દર્દીને સૌથી પ્રથમ મદદ કરી શકે એમ છે એમને ખાસ ટ્રેનિંગ આપીએ છીએ. થેલેસેમિયાના બાળકોને દત્તક લેવડાવવાનું, બ્લડ ડોનેશન કેમ્પ અને સરકારી શાળામાં હેલ્ધી લાઇફ માટે પ્રોગ્રામ કરીએ છીએ.'