Get The App

તમારી અંદરના નેગેટિવ ઇમોશનનો સ્વીકાર કરો પણ તેને પોતાની જાત પર હાવી ન થવા દો

ઓલ લેડીઝ વિંગ અને અમેરિકન કોર્નરના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન વેબિનારનું આયોજન

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News

ઓલ લેડીઝ વિંગ અને અમેરિકન કોર્નરના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય 'ફોકસ ઓન હેપ્પીનેસ' રહ્યો હતો. આ વેબિનારમાં સાઇકોલોજીસ્ટ ત્રપ્તિ ગાંધી, લાઇફ કોચ રંજના ત્રિપાઠી, ન્યુટ્રીશ્યનિસ્ટ પ્રીતિ પંચાલ અને વાસ્તુ કન્સલ્ટન્ટ ચરનપ્રિત પાઠક ઓનલાઇન રહીને મહિલાઓના પ્રશ્નોના સમાધાન કર્યા હતા.

લૉકડાઉનમાં દરેકને સમજાયું કે બ્રાન્ડેડ વસ્તુઓ ખુશી નથી આપી શકતી

તમારી અંદરના નેગેટિવ ઇમોશનનો સ્વીકાર કરો પણ તેને પોતાની જાત પર હાવી ન થવા દો 1 - imageલૉકડાઉનના સમય દરમિયાન દરેકને સમજાઇ ગયું કે બ્રાન્ડેડ વસ્તુઓ ખુશી નથી આપી શકતી. અત્યારે ઘણા પાસેથી સાંભળવા મળે છે કે, અમે તો માઇન્ડમાં નેગેટિવિટી ન સ્પ્રેડ થાય તે માટે કોરોનાના ન્યુઝ જોવા અને વાંચવાના બંધ કરી દીધા છે તેમને એટલું જરૃરી કહીશ કે પોઝિટિવિટીની પાછળ ભાગ્યા ન કરો, નેગેટિવ ઇમોશન માણસને અંદરથી મજબૂત બનાવે છે અને અવેરનેસ માટે નેગેટિવિટી પણ જરૃરી છે. તમારી અંદરના નેગેટિવ ઇમોશનને સ્વીકારો પણ પોતાની જાત પર હાવી ન થવા દો. - ત્રપ્તિ ગાંધી, સાઇકોલોજિસ્ટ

મહિલાઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નો

પ્રશ્ન- કોરોનાના કાળમાં લોકો સતત પોઝિટિવિટીની વાતો કરે છે તો શું તેના પર ખરેખર અમલક રતા હશે?

એક્સપર્ટનો જવાબ - આ સમયમાં પોઝિટિવિટી જરૃરી છે કારણ કે ખોટા વિચારોથી પણ શરીરમાં રોગ જન્મે છે પરંતુ સતત પોઝિટિવિટી જ નહીં અવેરનેસ માટે નેગેટિવિટી પણ એટલી જ જરૃરી.

પ્રશ્ન- ઘરમાં પોઝિટિવિટીનો સંચાર કરવા શું કરવું?

એક્સપર્ટનો જવાબ - ઘરમાં પોઝિટિવિટીનો સંચાર કરવા દરરોજ સંધ્યા સમયે ઘરની વચ્ચે કપુરનો ધૂપ કરો, કપુર પોઝિટિવિટી માટે ખૂબ સારું કામ કરે છે

પ્રશ્ન- આ પરિસ્થિતિમાં ડિપ્રેશન અને સુસાઇડલ થોટ્સનું પ્રમાણ વધ્યું છે તો તેના માટે શું કરવું?

એક્સપર્ટનો જવાબ - કોરોના મહામારીને કારણે ડિપ્રેશન અને સુસાઇડલ થોટ્સનું પ્રમાણ ઘણું વધ્યું છે, આવા વિચારો મન પર હાવી ન થાય તે માટે ત્રણ બાબતને હંમેશા પ્રેક્ટિસમાં લાવો... જેમાં, 

1. થેન્કફૂલનેસ એટલે આપણને જે મળ્યું છે એ પણ ઘણાને નથી મળતું તેવું વિચારી પોઝિટિવ રહો..

2. ફરગિવનેસ એટલે કે જે માણસોથી આપણને દુઃખ પહોંચે એવું લાગે કે હવે આની સાથે નથી બોલવું તો તેનાથી દૂર થઇ જાઓ પણ તેને મનથી માફ કરી દો...

3. એક્સેપ્ટન્સ એટલે તમે જેવા છો તેવા પોતાની જાતને સ્વીકાર કરો તમારી સાથે જે પણ કંઇ થાય તેને સરળતાથી સ્વીકાર કરો દરેક બાબત થવા પાછળ કોઇ સારો સંકેત હોય છે..

Tags :