ભારતમાં માત્ર 72 લોકો જ વગાડી શકે તેવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ 'હેન્ડપેન'ને બે વર્ષના રિસર્ચને અંતે એક લાખના ખર્ચે વસાવ્યું
સ્વિત્ઝરલેન્ડમાં તૈયાર થયેલા હેન્ડપેન વાદ્યને અમદાવાદનો પાર્થ ઝવેરી બખૂબી રીતે વગાડી જાણે છે
ઇન્ડિયામાં માત્ર 72 લોકો જ વગાડી શકે છે તેવું ઇન્સ્ટ્રુમેન્ટ 'હેન્ડપેન'ને પરિમલ ગાર્ડન વિસ્તારમાં રહેતો પાર્થ ઝવેરી ખૂબ સુંદર રીતે વગાડે છે. પીડીપીયુ કોલેજમાં લિબરલ આર્ટમાં અભ્યાસ કરતો પાર્થ છેલ્લા એક વર્ષથી તેનો અભ્યાસ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે હેન્ડપેન વાદ્ય લોકોમાં સ્ટ્રેસ રિલીફ અને સાઉન્ડ હિલિંગ કરવાનું કામ કરે છે. આ અંગે પાર્થ કહે છે કે, મને નાનપણથી મ્યુઝિકનો શોખ હતો પરંતુ ક્યારેય એ દિશામાં વિચાર્યું ન હતું પરંતુ ત્રણ વર્ષ પહેલા જ્યારે કોલેજમાં સિનિયર્સને કેમ્બે ડ્રમ વગાડતા જોયા ત્યારે સંગીત શીખવાનું મન થયું અને અકુલ રાવલ સર પાસે મેં ડ્રમ, જેમ્બે, કેજન, બોંગો, ડિજરીડુ અને મોરચેંગ જેવા ઇન્સ્ટ્રુમેન્ટને વગાડતા શીખ્યો. આ સમય દરમિયાન મારા મિત્રએ મને યુ-ટયુબમાં પં.રવિશંકરની દીકરી શ્રી અનુષ્કા શંકરનો વીડિયો બતાવ્યો, જેમાં બે ભાઇ હેન્ડપેન વગાડતા હતા, તેનો સાઉન્ડ એટલો અસરકારક હતો કે બીજા દિવસે હું મારા સર પાસે પહોંચ્યો અને મેં તેમને કહ્યું કે મારે હેન્ડપેન શીખવું છે અને તેઓએ કહ્યું કે આ તો તારું જ નહી મારું પણ ડ્રીમ ઇન્સ્ટુમેન્ટ છે. હેન્ડપેન પ્લેયર માને છે કે આ વાદ્ય ભવિષ્યમાં 'યુનિવર્સલ પીસ'નો સિમ્બોલ બની શકે છે
હેન્ડપેન ઇન્સ્ટ્રુમેન્ટ શું છે?
હેન્ડપેન ખટ્ટમ કે જે માટલી જેવુ હોય છે તેનાથી ઇન્સ્પાયર થઇને સ્વીત્ઝરલેન્ડમાં પહેલી વખત તૈયાર કરવામાં આવ્યું હતું. હેન્ડપેનમાં નાઇટ્રેટેડ સ્ટીલ કે બીજા અન્ય મેટલના બે અર્ધ સેલ્સ જોડવામાં આવ્યા છે. તેની ઉપરની બાજુએ સાત વર્તુળ જોવા મળે છે જે ઓછામાં ઓછા સાત સ્વર વાગી શકે છે. ભારતમાં બે વર્ષથી હેન્ડપેન બનાવવામાં આવી રહ્યા છે. હેન્ડપેન ૫૪ હજાર થી લઇ અઢી લાખ સુધીના હોય છે. આ એક મેલોડીક અને રિધમીસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હોવાથી તેમાંથી અલગ અલગ સ્કેલના અવાજા કાઢી શકાયે છે.
બે વર્ષ રિસર્ચ કરી એક લાખના ખર્ચે હેન્ડપેન વસાવ્યું
મને ખ્યાલ ન હતો કે આ ક્યા મળે છે પરંતુ આ વાદ્ય ખુબ મોંઘુ હોય છે તેની ખબર હતી. ત્યારબાદ મેં સતત બે વર્ષ રિસર્ચ કર્યું અને બે વર્ષ પછી મને રશિયાની સાઇટ પરથી 'રાઉવાસ્ટ' જોવા મળ્યુ અને મેં તેને ઓર્ડર કર્યું. જેનો ખર્ચ ૧ લાખ રૃપિયા હતો.
'પેન ઇન્ડિયા' કમ્યુનિટી દર વર્ષે ગોવામાં મીટ અપનું આયોજન કરે છે
જ્યારે મેં આ હેન્ડપેન ખરીદ્યુ તેના બે દિવસ પછી રાત્રે અઠી વાગ્યે મેસેજ આવ્યો કે 'વેલકમ ટુ હેન્ડપેન ફેમીલી' અને ત્યારે મને ખબર પડી કે 'પેન ઇન્ડિયા' કમ્યુનિટી છે જેમાં ઇન્ડિયામાં જેટલા પણ હેન્ડપેન પ્લેયર છે તે આમાં જોડાયેલા છે તેના પરથી જાણી શકાય કે ઇન્ડીયામાં ૭૨ લોકો પાસે હેન્ડપેન ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ કમ્યુનિટી દ્વારા ગોવામાં દર વર્ષે એન્યુલ મીટઅપ યોજાયે છે.
આ વાદ્યથી સાઉન્ડ હિલિંગ અને સ્ટ્રેસ રિલીફના ફ્રી વર્કશોપ કરું છું
આ વાદ્યની ફ્રીકવન્સી સેટ કરીને તેમાથી નીકળતા મ્યુઝિકને સ્ટ્રેસ દૂર કરવા, સાઉન્ડ હીલીંગ અને મેડીટેશન માટે ઉપયોગમાં લઇ શકાય છે. હેન્ડપેનનું મ્યુઝિક સાંભળતા સાભંળતા લોકો સુઇ પણ જાય છે તેથી હેન્ડપેન પ્લેયર માને છે કે આ વાદ્ય ભવિષ્યમાં 'યુનિવર્સલ પીસ'નો સિમ્બોલ બની શકે છે. તેથી હું આ વાદ્યનો ઉપયોગ કરી ફ્રી વર્કશોપ દ્વારા લોકોને સાઉન્ડ હીલીંગ થેરાપી આપુ છું.