સ્ટ્રીટ ફૂડથી માંડી જાણીતી રેસ્ટોરન્ટના ફૂડ અંગે રિવ્યૂ કરતા અમદાવાદી ફૂડ બ્લોગરની લૉકડાઉનની ક્રિએટિવ એક્ટિવિટી
કોરોના વાઇરસને કારણે છેલ્લાં ત્રણ મહિનાથી અમદાવાદી ફૂડીઝે સ્ટ્રીટ ફૂડનો ચટકારો નથી લીધો અને હોટેલ રેસ્ટોરન્ટના યમ્મી ફૂડને મિસ કરી
કોરોના વાઇરસને કારણે છેલ્લાં ત્રણ મહિનાથી અમદાવાદી ફૂડીઝે સ્ટ્રીટ ફૂડનો ચટકારો નથી લીધો અને હોટેલ રેસ્ટોરન્ટના યમ્મી ફૂડને મિસ કરી રહ્યા છે. આ એજ ગુજરાતીઓ છે કે જે મુંબઇના ભાજીપાઉમાં ગુજરાતી વઘાર કરીને પીરસે છે અને પિત્ઝા સાથે પણ છાશ પીવે છે. માણેકચોક, લૉ-ગાર્ડન, એલ.ડી.ની ખાઉગલી, સિંધુભવન રોડ પર તો રાત્રે જાણે મેળા ભરાય છે. હાઇજિનને ધ્યાનમાં રાખીને લોકોએ બહારના ખાવા પર રોક લગાઇ છે અને અત્યારે તે ખૂબ જરૃરી પણ છે પરંતુ અમદાવાદીઓ એમ કંઇ નાસીપાસ થાય તેવા નથી તેઓએ ઇન્ટરનેટની મદદથી વિદેશની જાણીતી વાનગીઓ ઘરમાં જ બનાવવાની શરૃ કરી દીધી છે એવામાં આપણને નાની લારીથી માંડીને મોટી મોટી હોટેલના ફૂડથી પરિચિત કરતા અમદાવાદી ફૂડ બ્લોગરે પણ ઘરમાં રહીને કંઇક ક્રિએટિવિટી કરી નવી નવી વાનગીઓની મજા માણી આ સાથે 'અનલૉક' થતાની સાથે ફૂડને લઇને લોકોમાં કેવો ક્રેઝ જોવા મળશે અને હાઇજિન અને સેફ્ટીને જોતા અન્ય કયા નવા ટ્રેન્ડ જોવા મળશે તે અંગે વાત કરી હતી....
હવે, લોકો હેલ્ધી અને ઓર્ગેનિક વસ્તુઓ તરફ આગળ વધશે
લૉકડઉનમાં ફૂડ ડિલિવરી કે બીજો કોઇ વિકલ્પ તો હતો નહીં અને લોકો ભલે બહારનું ખાઇ નહોતા શકવાના પણ ઘરે કંઇક નવું તૈયાર કરીને તો ખાવાના જ હતા આ ઉપરાંત અમારે તે અમારા પેજ પર સતત એક્ટિવ રહેવાનું જ હતું અને કન્ટેન્ટ ક્રિએટ કરવાનો જ હતો તેથી ઘરમાં જે ઇનગ્રિડિયન્સ હોય તેમાંથી કંઇકને કંઇક નવું ક્રિએટ કરવાનું હતું તેથી ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે સલાડને અલગ અલગ પ્રકારે તૈયાર કર્યા ત્યારબાદ લેમન રાઇઝ,પાણીપુરી, મેન્ગો ડ્રાયફ્રૂટ સ્મુધી, છોલે ભટુરે, ડાલગોનો કોફી,હુમ્મિઝ વીથ વેજિસ, કેસર ડ્રાયફ્રુટ ખીર અને બ્રીઝ પિત્ઝા ઘરે બનાવ્યા હતા. આવનાર સમયમાં હાઇજીનનું મહત્વ વધશે અને જે વસ્તુઓ ઇમ્યુનિટી બુસ્ટર હશે તેને લોકો વધુ ખાવાનું પસંદ કરશે અને લોકો વધુને વધું હેલ્ધી અને ઓર્ગેનિક વસ્તુઓ તરફ આગળ વધશે. -રિયા સજવાની
પંજાબની રેસિપી 'ચુરચુરનાન' બનાવી ફેમિલી સાથે મજા માણી
દર વખતે ઘરે કંઇક નવું ટ્રાય કરવા માંગતા હોઇએ પરંતુ સમયના અભાવે તે નહતો કરી શકતો પરંતુ આ લૉકડાઉનમાં પુરતો સમય હતો પરંતુ ઘરમાં લિમિટેડ રિસોર્સિસ હતા એટલે તેમાંથી કૂકિંગ કરવાનું હતું એટલે સૌથી પહેલા તો હું બહારના જે સ્ટ્રીટફૂડને મિસ કરતો હતો તે વડાપાઉં, ઢોંસા અને બર્ગરને બનાવ્યા ત્યારબાદ અમૃતસર અને દિલ્હીમાં વખણાતી પંજાબની રેસિપી 'ચુરચુરનાન' આપણે ત્યાં ક્યાંય મળતી નથી એટલે તેને ઘરે બનાવી અને ફેમિલી સાથે તેની મજા માણી ત્યારબાદ બેકિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. અત્જાર સુધી અમે બધાજ ફૂડબ્લોગર હાઇજિન મેઇન્ટેઇન કરવાનો મેસેજ આપતા હતા પરંતુ હવે લાગે છે કે કારોનાની બીકને કારણે સ્ટ્રીટફૂડ લેવલ સુધી પણ હાઇજિન મેઇન્ટેઇન થશે અને હજુ થોડા દિવસ સ્ટ્રીટફૂડ અને ફૂડટ્રક્સને સર્વાઇવ કરવું અઘરું પડશે. વિરલ ભાવસાર
લોકોમાં સ્ટ્રીટફૂડની ક્રેવિંગ સૌથી વધારે છે
લૉકડાઉન દરમિયાન મેક્સિકન, ઇટાલિયન, ગુજરાતી અને રાજસ્થાની ફૂડ પર મેં કામ કર્યું છે. જે ફૂડ હું બહાર ખાતી હતી તેને ઘરે બનાવ્યું આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં આપણને જે રેસિપિમાં કંઇક વધારે ઓછું લાગતું હોય તેને એક નવા ફોર્મમાં કેવી રીતે પિરસી શકાય તેવી ડીશ એક અલગ ટેસ્ટમાં તૈયાર કરી હતી. ત્યારબાદ ચોકલેટ ચિપ્સ કૂકિંઝ, ગાર્લીક બ્રેડ અને સાદી બ્રેડ પણ ઘરે જ બેક કરી અને મોહનથાળ જેવી ગુજરાતી મીઠાઇઓ પણ ઘરે બનાવી. હાલની પરિસ્થિતી જોતા બધાને એવું લાગે છે કે હવે લોકો સેફ્ટીને જોતા હોટેલ રેસ્ટોરન્ટમાં જ ખાશે પરંતુ ના, લોકોમાં સ્ટ્રીટફૂડની ક્રેવિંગ સૌથી વધારે છે અને લોકો સ્ટ્રીટફૂડ જ ખાશે કારણકે તે આપણી સામે જ વસ્તુ તૈયાર કરે છે એટલે સ્ટ્રીટફૂડ વેન્ડર્સે હવે વધારે સેફ્ટી જાળવવી પડશે.-વિન્ની દરયાની
સિટિંગ અરેન્જમેન્ટ ન હોય તેવા ક્લાઉડ કિચનનો કોન્સેપ્ટ અમદાવાદમાં આવશે
આટલા દિવસ ઘરમાં ચીઝ અને બટરનો સ્ટોક કરી દીધો હતો. પિત્ઝા સહિતની તમામ વસ્તુઓ ઘરે બનાવી આ સિવાય કેરાલાથી જે ડાર્કકોફી લાવ્યો હતો તે કોફી અને કેક બનાવી બન્ને ને મિક્સ કરી ફ્રીકશેક બનાવ્યો હતો આ ઉપરાંત અલગ અલગ કેક પણ તૈયાર કરી છે. આઇસક્રીમ રોજ અલગ બનાવતો જેમાં કૂકિંઝ એન્ડ ક્રીમ, મેન્ગો સ્મૂધી અને બ્રાઉની- વેનિલાનું કોમ્બો તૈયાર કરીને ફેમીલીને પણ ખવડાવ્યું. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઇએ તો ગમે તે હોય પણ અમદાવાદી અને ગુજરાતી ખાધા-પીધા વગરનો તો ન જ રહે. લોકોને ખાવાનો ક્રેઝ તો રહેશે જ. એટલે હવે અમદાવાદમાં ક્લાઉડ કિચનનો ટ્રેન્ડ વધશે. ક્લાઉડ કિચન એટલે કે જેમાં ખાલી કિચનનું જ સેટઅપ હોય જેમાં સિટિંગ કે એમ્બિયન્સ ન હોય ખાલી કિચન જ હશે અને ત્યા માત્ર ઓનલાઇન ઓર્ડર લેવાશે અને ટેકઅવે સિસ્ટમ હશે અને આ કોન્સેપ્ટ હવે અમદાવાદમાં આવશે.-સૌમિલ પટેલ
12 દિવસની મહેનત પછી યિસ્ટ તૈયાર થઇ તેનું નામ આપ્યું થોર
હું ૧૩ વર્ષનો હતો ત્યારથી કૂકિંગ કરું છું ત્યારબાદ મેં બેકિંગમાં પણ મારો હાથ અજમાવ્યો છે. હું હંમેશા ડિફરન્ટ સ્ટાઇલના ડેઝર્ટ્સ તૈયાર કરું છું અને આ લોકડાઉનમાં મેં ફ્રેન્ચ બ્રેડ, પેટિટ ડેઝર્ટ્, કેક્સ અને બોર્નબોન્સ જેવી વસ્તુઓ ઘરે બનાવી. લોકડાઉન જ્યારથી શરૃ થયું ત્યારથી જ મેં મારા ઘરનું લંચ અને ડિનર બનાવવાનું કામ સંભાળી લીધું હતું.મને ખાંડવી ખુબજ ભાવે છે એટલે આ લોકડાઉનમાં મે સાત અલગ અલગ પ્રકારની ખાંડવી શીખી અને બીટરૃટ ખાંડવી, , કેર સંગરી સ્ટફ્ડ ખાંડવી અને સેઝવાન ખાંડવી ઘરે ટ્રાય કરી. આ ઉપરાંત મને બ્રેડ ખાવી જ હતી અને બહારથી લવાય તેમ હતી નહી તેથી મેં તેના પર કામ ચાલુ કર્યું અને તેનું મહત્વનું ઇન્ગ્રીડીયન યિસ્ટ કેવી રીતે ઘરે બનાવાય તેના પર રિસર્ચ કર્યું અને ૧૨ દિવસની મહેનત પછી યિસ્ટ તૈયાર થઇ અને તેને નામ આપ્યું થોર.. આ મારા માટે ખુહ મજાની વાત હતી. -નયન શાહ
આવનાર સમયમાં ક્લાઉડ કિચનનો કોન્સેપ્ટ અમદાવાદમાં આવશે
અમદાવાદના જાણીતા ફૂડબ્લોગર્સે કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદી લોકો સ્ટ્રીટફૂડને ખુબ મીસ કરી રહ્યા છે અને ક્યારે બધુ નોર્મલ થાય અને માણેકચોક કે સિંધુભવજ જઇ વડાપાઉ અને બર્ગર ખાઇએ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હાઇજીન અને સેફ્ટીની વાતો વચ્ચે બધાને એવું લાગતું હશે કે થોડા સમય પછી જો લાકો બહારનું ખાવાનું ચાલુ કરશે તો પણ તે હોટેલ અને રેસ્ટોરન્ટમાં જ ખાશે તો એ વાત ખોટી છે. લોકો સ્ટ્રીટફૂડ જ ખાવાનું વધારે પસંદ કરશે અને આવનાર સમયમાં ઓનલાઇન ઓર્ડર અને ટેકઅવે સિસ્ટમ પર ભાર મુકાશે આ ઉપરાંત ક્લાઉડ કિચનનો પણ કોન્સેપ્ટ આવશે જેમાં જે તે જગ્યાએ સિટિંગ અરેન્જમેન્ટ નહી હોય અને પાર્સલ પેક લઇ લોકો પોતાની મનગમતી જગ્યા પર એ ફૂડની મજા માણી શકશે.