ધોરણ 10 પછી વિદ્યાર્થીને ન્યાયતંત્રમાં કારકિર્દી માટે તાલીમ આપવી જોઇએ
જીએનએલયુમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યું કે,
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (જીએનએલયુ) ખાતે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની ટૉક 'રિબિલ્ડિંગ ધ જ્યુડિસીયરીઃ નેશન બિલ્ડિંગ' વિષય પર યોજાઇ, જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી પણ હાજર રહ્યા હતા. રંજન ગોગોઇએ કહ્યું કે, ન્યાયતંત્રને ફરીથી બનાવવાની તાત્કાલિક જરૂર છે. જ્યાં સુધી ન્યાયતંત્ર ફરીથી બનાવવામાં નહીં આવે ત્યાં સુધી આ દેશ સમુદ્ધ નહીં થઇ શકે. ફક્ત અદાલતોની સંખ્યામાં વધારો કરવો અથવા ન્યાયીક નિયામકોની પ્રકિયામાં ઝડપી વધારો પૂરતો નથી.
વડાપ્રધાન પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર હાંસલ કરવા માંગે છે, જો અર્થવ્યવસ્થાનું આ સપનું સિદ્ધ કરવું હોય તો વિદેશી રોકાણની જરૃર છે અને રોકાણકારોને વિશ્વાસ આપવાની જરૃર છે કે અમારી પાસે કાર્યરત સિસ્ટમ છે. આપણી પાસે નેશનલ ડિફેન્સ એેકેડેમીની લાઇન પર જસ્ટિસ સ્કૂલ હોવી જોઇએ. વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ પછી ન્યાયતંત્રમાં કારકિર્દી માટે તાલીમ આપવી જોઇએ. આપણે આંકડાઓ જોઇએ તો વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે હોવા છતા એક રાષ્ટ્ર તરીકે ભારત બહું સારું પ્રદર્શન કરી રહ્યુ નથી.