કડીયાકામ કરતા પિતાના દીકરાને નેશનલ ગેમ્સમાં બેડમિન્ટન રમતમાં સારું પરફોર્મન્સ કરવાનું લક્ષ્ય
તાજેતરમાં મોરબી ખાતે યોજાયેલી નેશનલ લેવલની બેડમિન્ટન ગેમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
આગામી સમયમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સ સપ્ટેમ્બર મહિનામાં યોજાવાની છે અને તેને લઇને જે તે રમત સાથે જોડાયેલા ખેલાડીઓ પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. વાડજમાં રહેતા અમિત ચોરસીયા બેડમિન્ટન સાથે જોડાયેલો છે અને તાજેતરમાં મોરબીમાં રમાયેલી નેશનલ લેવલની બેડમિન્ટન રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અમિતે કહ્યું કે, બે વર્ષ પહેલાં મામાએ મને બેડમિન્ટન રમવા માટે પ્રેરણા આપી હતી. દેશના જાણીતા બેડમિન્ટન ખેલાડીઓની મેચ હોય છે ત્યારે અચૂક જોવું છું અને તેમાંથી ઘણું શીખું છું. પરિવારમાં પિતાની ઉમંર 62ની છે અને તેઓ કડિયાકામ કરે છે અને માતા ઘરકામ કરે છે. બેડમિન્ટનમાં એક કલાકથી વધારે સમય પ્રેક્ટિસ કર્યા પછી જ હું બીજા કાર્યમાં જોડાઉ છું. હાલમાં દિવસમાં પાંચ કલાકથી વધારે સમય પ્રેક્ટિસ કરું છું. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ બેડમિન્ટનમાં મારે સારું પરફોર્મન્સ કરવું તે મારું લક્ષ્ય છે. આગામી સમયમાં ગુજરાતમાં નેશનલ ગેમ અને ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોેલેજની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થઇ રહ્યું ત્યારે બેડમિન્ટમાં હું સારા ખેલાડી તરીકે ગોલ્ડ મેડલ મેળવવો તે પહેલી પ્રાયોરિટી છે.