ટાગોરે જે પ્રથમ સ્વરાંકન અમદાવાદના શાહજહાં મહેલની અગાસીમાં 'નીરવ રજની જોઇ લો' એ ગીતથી કર્યું હતું
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને રવિન્દ્રભવનનાં સંયુક્ત ઉપક્રમે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ૭૮મી પુણ્યતિથિએ 'એકલો ગાને રે' ગુજરાતીમાં રવિન્દ્ર સંગીત નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'એકલો ગાને રે' સંગીત કાર્યક્રમમાં રવિન્દ્રનાથના ગીતોના અનુવાદોની અમર ભટ્ટ અને સોનિક સુથાર દ્વારા પ્રસ્તુતિ કરાઇ હતી. કાર્યક્રમમાં શૈલેષ પારેખે ગીતોની ભૂમિકા બાંધી હતી અને રવિન્દ્રનાથ ટાગોરના અવાજમાં રેકોર્ડ થયેલું બંગાળી ગીત સંભળાવ્યું હતું.
આ અંગે તેઓએ કહ્યું કે, રવિન્દ્રનાથ ટાગોરે જે પ્રથમ સ્વરાંકન અમદાવાદના શાહજહાં મહેલ (હાલ સરદાર પટેલ ભવન)ની અગાસીમાં 'નીરવ રજની જોઇ લો' એ ગીતથી કર્યું હતું અને એનું અંતિમ સ્વરાંકન 'હે નૂતન દેખાઓ ફરી વાર જન્મની પ્રથમ શુભ ક્ષણ' સુધીના ટાગોરના ગીતોનાં કેટલાંક અનુવાદોની રવિન્દ્ર સંગીતસભર રજૂઆત કરવામાં આવી હતી. પ્રસ્તુત સંગીત ગીતોમાં અનુવાદક પિનાકીન ત્રિવેદી, મહાદેવ દેસાઇ, નિરંજન ભગતે કરેલા ગીતોની પ્રસ્તુતિ કરાઇ હતી.