બોલવા-સાંભળવાની ક્ષમતા ન ધરાવતી પ્રિયાંશી રાઇટર વિના ધોરણ 10ની પરીક્ષા આપશે
નવા નરોડાની રાધે રેસિડન્સીમાં રહેતી અને શાલીન વિદ્યાલયમાં અભ્યાસ કરતી પ્રિયાંશી પંચાલના િ૫તા કહે છે તે લિપ રીડિંગ કરીને ધોરણ10 સુધી ભણી, હવે રાઇટર વિના જાતમહેનતે બોર્ડની પરીક્ષા આપશે
નવા નરોડાની રાધે રેસિડન્સીમાં રહેતી અને શાલીન વિદ્યાલયમાં અભ્યાસ કરતી પ્રિયાંશી પંચાલના િ૫તા કહે છે તે લિપ રીડિંગ કરીને ધોરણ ૧૦ સુધી ભણી, હવે રાઇટર વિના જાતમહેનતે બોર્ડની પરીક્ષા આપશે
વર્ષ ૨૦૨૦ની ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા ૫ માર્ચ ગુરુવારથી શરૃ થઇ રહી છે. બોર્ડની પરીક્ષાનો માહોલ દરેક વિદ્યાર્થી માટે એક પ્રસંગ જેવો જ હોય છે. બોર્ડની પરીક્ષામાં નોર્મલ વિદ્યાર્થીઓની સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ રાઇટર સાથે પરીક્ષા આપતા હોય છે ત્યારે કુદરતે જેને બોલવાની અને સાંભળવાની શકતી ન આપી હોવા છતાં જીવનમાં આ બાબતનો અફસોસ કર્યા વિના મનથી અડગ રહેનાર ખૂબ ગણ્યાંગાઠયાં વિદ્યાર્થી હોય છે, જેમાં નવા નરોડાની રાધે રેસિડન્સીમાં રહેતી દિવ્યાંગ પ્રિયાંશી પંચાલનો સમાવેશ થાય છે.
પ્રિયાંશીના પિતા કહે છે કે, મારા પરિવારમાં પહેલાં દીકરીનો જન્મ થયો હતો એ જાણતાં ઘણી ખુશીનો માહોલ સર્જાયો હતો. જન્મતાની સાથે મારી દીકરી બોલી કે સાંભળી શકતી નથી તેની જાણ અમને દોઢ વર્ષના સમય પછી ખબર પડી હતી. આ આઘાતના સમાચારથી મારા પરિવારને ઘણું દુઃખ થયું હતું. તે બોલી અને સાંભળી શકે તે માટે અમે સારા ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો પણ અમને સફળતા ન મળી. આ પરિસ્થિતિ ઊભી થતા બધું ભગવાન પર છોડી દીધું અને નરોડાની શાલીન સ્કૂલમાં નર્સરીમાં અભ્યાસ માટે મૂકી હતી સમય જતાં તેને ત્યાં સારું લાગતા એક નોર્મલ વિદ્યાર્થિનીની જેમ વધુ અભ્યાસ કરે તે માટે અમે તેને અહીંયા જ ભણાવવાનું નક્કી કર્યું. સ્કૂલમાં તે શિક્ષકોના હાવભાવ અને લીપ રીડિંગથી શિક્ષણ મેળવી રહી છે અને દર વર્ષે સારા પરિણામ સાથે પાસ થાય છે.
પેઇન્ટિંગનો શોખ છે
સ્કૂલમાં શિક્ષકોના હાવભાવથી અને લિપ રીડિંગથી શિક્ષણ સારી રીતે મેળવી શકે છે. પ્રિયાંશીને ગણિત, ઇંગ્લિશ અને ગુજરાતી વિષયમાં સારી પકડ ધરાવે છે અને સારા માર્ક્સ મેળવી શકે છે. અભ્યાસની સાથે તેને પેઇન્ટિંગ કરવાનો શોખ ધરાવે છે. શૈક્ષણિક પ્રવૃત્તિના સમય ઉપરાંત પ્રિયાંશી પેપર પર સારી રીતે પેઇન્ટિંગ કરીને પોતાની ક્રિએટિવિટીમાં વધારો કરે છે. કુદરત દ્વારા તેને અદ્ભુત શકિત આપેલી છે જેનાથી તે સારી રીતે અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિ કરીને જીવનનો આનંદમય બનાવે છે.