Get The App

સિનિયર્સ જુનિયર સ્ટુડન્ટસને ચાર વર્ષ માટે 'દત્તક' લઇ અભ્યાસની જવાબદારી ઉઠાવશે

VGEC એલ્યુમિનાઇ એસો.એ કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસ માટે અપનાવ્યો એક નવતર પ્રયોગ

Updated: Jul 11th, 2019

GS TEAM

Google News
Google News

દરેક કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એલ્યુમિનાઇ એસોસિએશન હોય છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની કોલેજમાંથી સારો અભ્યાસ કરીને સારી જગ્યાએ પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે ત્યારે તેમને કોલેજ પ્રત્યે માનસન્માન હોય છે. ત્યારે ચાંદખેડા વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયિંરંગ કોલેજમાં એલ્યુમિનાઇ એસોસિએશનના દરેક ભૂતપૂર્વ સ્ટુડન્ટસ દ્વારા હાલમાં અભ્યાસ કરી રહેલા સ્ટુડન્ટસને વન ટુ વન 'દત્તક' લઇને તેમને સ્કીલ ડેવલપમેન્ટ, જોબ પ્લેસમેન્ટ, ભાષાકીય પકડ જેવી અભ્યાસલક્ષી કામગીરીમાં સપોર્ટ કરશે.

700થી વધારે સ્ટુડન્ટસ આ પ્રયોગમાં જોડાઇને પોતાની જવાબદારી નિભાવશે

સિનિયર્સ જુનિયર સ્ટુડન્ટસને ચાર વર્ષ માટે 'દત્તક' લઇ અભ્યાસની જવાબદારી ઉઠાવશે 1 - image૭૦૦થી વધારે સ્ટુડન્ટસ આ નવતર પ્રયોગમાં જોડાઇને પોતાની જવાબદારી નિભાવશે. નવું એડમિશન લેનારા તથા વિવિધ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસને 'દત્તક' લઇને તેમની ભાષાકીય પકડ, જોબપ્લેસમેન્ટ, ઇન્ડ્રસ્ટીઝમાં રહેલી તક દ્વારા તેમને પોતાના પગભેર ઊભા કરવાનો પ્રયત્ન કરીશું.- પ્રો.મિલિન્દ શાહ, વાઇસ પ્રેસિડન્ટ, એલ્યુમિનાઇ એસો.


સ્ટુડન્ટસમાં અભ્યાસની સાથે પ્રેક્ટિલ જ્ઞાન હોવું જરૃરી છે

સ્ટુડન્ટસનું પર્ફોમન્સ સારું હોય છે પણ તેનામાં પ્રેક્ટિકલ જ્ઞાન હોવું ઘણું જરૃરી છે. અમે દત્તક સ્ટુડન્ટસને શિડયુલ પ્રમાણે વિવિધ ઇન્ડ્રસ્ટીઝની મુલાકાત માટે લઇ જઇશું અને તેમના જ્ઞાાનની ચકાસણી કરીને જરૃરી માર્ગદર્શન આપીશું. - સિદ્વાંત ઠક્કર, એલ્યુમિનાઇ

કોલેજનું ઋણ ચૂકવવા માટે અનેરો અવસર છે

નવા એડમિશન લેતાં સ્ટુડન્ટસનને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ઘણી તકલીફ પડતી હોય છે. આવા સ્ટુડન્ટસને અંગ્રેજી શિખવીને તેનામાં કોન્ફીડન્સ વધારવાનું કાર્ય કરીશ. આ અનોખા કાર્યથી સ્ટુડન્ટસમાં આત્મવિશ્વાસ વધશે. - ભાવેશ પટેલ,  એલ્યુમિનાઇ

Tags :