હાઉસવાઇફથી સ્ટેજ સિંગર સુધીની સફર
'વામા મ્યુઝિક ક્લબ': ગૃપની 30 મહિલાઓ યુટયૂબ પરથી સંગીત શીખી છે
હેનો ગોસિપ સિવાય ઘણી બધી ક્રિએટીવ પ્રવૃત્તિ કરે છે. એ પણ એકમેકને સાથ આપીને. એ પછી જાતને સાબિત કરવાની હોય, ડિપ્રેશનને દૂર કરવાનું હોય કે પછી પોતાની ખુશી શોધવાની હોય. તમને જાણીને નવાઇ લાગશે કે બહેનોએ ભેગા મળીને એક મ્યુઝિકલ કલબ શરૂઆત કરી છે, જ્યાં બહેનો સંકોચ વિના જેવું આવડે તેવું ગાઇને પોતાના ગાવાના શોખને પૂરો કરી શકીએ. 'વામ મ્યુઝિકલ ક્લબ' નામે આશરે ૩૦ જેટલી મહિલાઓએ એક ગુ્રપની રચના કરી છે અને ફક્તને ફક્ત મહિલાઓ જ પરફોર્મ કરે છે.
સૌથી નાની નવમાં ધોરણમાં અભ્યાસ કરતી કિશોરી છે. જે ૨૦થી ૨૫ ટકા દ્રષ્ટિ ધરાવે છે અને રિટાયર્ડ થયેલા ૬૦ વર્ષના લેડી છે. ગૃપના મેમ્બરે ઘરે જ યુટયુબ પરથી પ્રેક્ટિસ કરીને ગીતો શીખ્યા છે અને હવે બાથરૂમ સિંગર મટીને સ્ટેજ પર પરફોર્મ કરતા થઇ ગયાં છે. જેમણે હાથમાં ક્યારેય માઇક પકડયું નહોતું, સ્ટેજ પર ક્યારેય પ્રોગ્રામ તો શું ઊભા પણ રહ્યા નહોત. એવી બહેનો એ પહેલી વખત સ્ટેજ ઉપર જઇને ગીત ગાયું. પોતાનું ગમતું કરવાની જે ખુશી મળી એ અવર્ણનીય છે.
૪૬ વર્ષે હાઉસવાઇફ મટીને ગાવાનું શરૂ કર્યું
'હું નાની હતી ત્યારે મને સંગીતનો શોખ હતો. સરોજબહેન ગુંદાણીની હું શિષ્યા હતી. લગ્ન પછી સંગીત વિસરાઇ ગયું હતું. પરિવારની આસપાસ જીવન વણાઇ ગયું. અમે કિટ્ટી પાર્ટીમાં ક્યારેક ક્યારેક ગીતો ગાઇને શોખ પૂરો કરી લેતા હતાં. મારે જેવી બીજી બહેનોના કહેવાથી મ્યુઝિકલ ક્લબ શરૂ કર્યું. અમે સ્ટેજ પર પહેલી વખત પરફોર્મ આપ્યું, એ વખતે અમને જે મજા પડી એ શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય નથી.' - મનીષાબહેન બ્રહ્મભટ્ટ, ચેરપર્સન, વેજલપુર
૫૮ વર્ષે દિકરાની અધૂરી ઇચ્છાને પૂરી કરવા ગાવાનું શરૂ કર્યું
સ્ત્રી ક્યારેય પોતાની અંદર રહેલાં ટેલેન્ટને શોધવાનો કે બહાર લાવવા અંગે વિચારતી જ નથી. મને ગીતો સાંભળવાનો ખૂબ શોખ હતો. ઓડિયન્સમાં બેઠી હોઉ ત્યારે મને ઘણી વખત એવા વિચાર આવતાં કે, 'હું સ્ટેજ પર ક્યારે ગાઇ શકીશ.' મારો દિકરો બહુ સારો સિંગર હતો. એ એ.આર. રહેમાનના ગૃપમાં હતો અને ટયુન પણ બનાવતો હતો. તે હંમેશા મને કહેતો મમ્મી તું મારી ટયુન પર ગા, તારો અવાજ સરસ છે. હું તેની વાત હસવામાં કાઢી નાંખતી. પણ નાની ઉંમરે અચાનક થયેલાં તેના મૃત્યુના આઘાતમાંથી બહાર નીકળવા અને તેની અધૂરી રહેલી ઇચ્છાને પૂરી કરવા મેં ગાવાનું શરૂ ક્યું છે.' - અલકાબહેન શાહ, ક્લબ મેમ્બર
મમ્મી અને હસબન્ડના સપોર્ટથી સ્ટેજ ફિયર દૂર થયો
'નાની હતી ત્યારે નાના મોટા પ્રોગ્રામમાં પ્રાર્થના કે ગીતો ગાતી, ત્યારે મમ્મી મને હંમેશા કહેતી કે તારો અવાજ સરસ છે. તું ગાવાનું શરૂ કર. મમ્મીની વાતને હું મજાકમાં ઉડાવી દેતી. લગ્ન બાદ મારા બાળકને લોરી ગાતી ત્યારે મારા હસબન્ડ પણ મમ્મીની જેમ મને કહેતાં. તેમણે મને ગાવા માટે મોટિવેટ કરી. હાઉસવાઇફ હોઇએ અને સ્ટેજ પર ક્યારેય ગયા ના હોઇએ એટલે મનમાં છૂપો ડર રહે એવો ડર મને પણ શરૂઆતમાં લાગતો હતો. જે હવે દૂર થઇ ગયો છે.' - દેવલ સોની, ક્લબ મેમ્બર, ચંદ્રનગર