ડિઝાઇન સિમ્પલ હોવી જોઇએ, કોમ્પલેક્ષ હોય તો અર્થ કાઢવો મુશ્કેલ
એનઆઇડી ખાતે 'સાયલેન્સ ચેન્જસ નથિંગ' પર ગ્રાફિક પોસ્ટર એક્ઝિબિશન યોજાયું
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન ખાતે એલ્યુમિનાઇ આર્ટિસ્ટ પ્રો. પ્રવિણ સેવક દ્વારા તૈયાર કરાયેલા ગ્રાફિક આર્ટનું એક્ઝિબિશન યોજાયું છે. એક્ઝિબિશનમાં આર્ટિસ્ટ દ્વારા સોશિયલ ઇશ્યૂ પર બનાવાયેલા ગ્રાફિક મુકવામાં આવ્યા છે. ગ્રાફિક પર્યાવરણ, અકસ્માત, હેલ્થ, યુદ્ધ અને પ્રેમ જેવા સબ્જેક્ટ પર બનાવાયા છે. પ્રસંગે આર્ટિસ્ટ પ્રો. પ્રવિણ સેવકે વાત કરતા કહ્યું કે, સોશિયલ ઇશ્યૂ પર કામ કરવાનો વિચાર સમાચારોમાંથી આવ્યો હતો. ન્યૂઝપેપરના સમાચારોમાં સમાજની છબી જોવા મળતી હોય છે, જેમાં નકારાત્મક સમાચારો વાંચ્યા બાદ ગ્રાફિક પોસ્ટર બનાવવાનો વિચાર આવ્યો હતો. ગ્રાફિક પોસ્ટરમાં પણ મેં ઓછા એલિમેન્ટમાં વધારે આપવાનો પ્રયત્ન કર્યો છે. ડિઝાઇન સિમ્પલ હોવી જોઇએ, કોમ્પલેક્ષ ડિઝાઇન દર્શકોને ઘણી વખત સમજમાં આવતી નથી. તેથી આર્ટિસ્ટનો મેસેજ પણ પહોંચતો નથી.
વિવિધ સોશિયલ ઇશ્યૂ પર ગ્રાફિક પોસ્ટર
સિમ્પલ ડિઝાઇનના કોન્સેપ્ટથી પો. પ્રવિણ સેવકે વરસાદી પાણીનો સંગ્રહ, પર્યાવરણને પ્રેમ કરવો, યુદ્ધ દ્વારા થતો વિનાશ, ક્રોક્રિંટના જંગલો અને અકસ્માત ટાળવા મોબાઇલ પરના પોસ્ટર રજૂ કર્યા હતા. ઉપરાંત સ્ટુડન્ટસ માટે પણ ભૂલમાંથી શીખવું અને બીજા કરતા ડિફરન્ટ વિચારવા પરના પોસ્ટર બનાવ્યા છે. એક્ઝિબિશન ૧૯થી ૨૩ જુલાઇ સુધી ૧૧થી ૭.૩૦ દરમિયાન નિહાળી શકશે.