હેરિટેજ ફૂડ વૉકમાં માણી ચવાણું, ખમણ અને ફાફડા-જલેબીની લિજ્જત
સેન્ટર ફોર હેરિટેજ મેનેજમેન્ટ અમદાવાદ યુનિવર્સિટીના સ્ટુડન્ટ સુક્રિત સેન દ્વારા શહેરમાં એક ઓર્ગેનાઇઝેશનની સાથે મળીને ફૂડ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૉક ઓપન ફોર ઓલ હતી જેમાં મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો. ફૂડ વૉક અંગે વાત કરતા સુક્રિત સેને કહ્યું કે, અમદાવાદમાં મેં નોટીસ કર્યું છે કે હેરિટેજને જાણવાનો ખૂબ ઓછા લોકોને રસ છે. હેરિટેજ એટલે માત્ર શિલ્પ અને સ્થાપત્ય જ નહી, અહીંની ખાણીપીણી માટે પણ આ શહેર પ્રખ્યાત છે. ખરેખર જોવા જઇએ તો ખાણીપીણીની વસ્તુઓએ પણ ઘણા બિલ્ડિંગને હેરિટેજમાં સ્થાન અપાવ્યું છે. હેરિટેજ વીકની શરૃઆત થશે. શહેરના લોકોને હેરિટેજ તરફ વાળવા હશે તો અહીની ખાણીપીણીથી કનેક્શન બનાવીશું તો લોકો તેમાં રસ લેતા થશે તેથી અમદાવાદમાં ૧૨૦થી પણ વધુ વર્ષ જૂની ખાણી પીણીની દુકાનો આજે પણ ધમધમી રહી છે લોકો તેની મુલાકાત લે અને તે વારસા વિશે પણ જાણે તે રીતે વોકનો રૃટ ડિઝાઇન કર્યો હતો, જેમાં રાયપુરથી શરૃ કરીને, પોળના ખમણ, માણેકચોકની ચા, જૂના શેરબજાર, નહેરુનગરની મીઠાઇ અને ગાંધીરોડ ફાફડા -જલેબીની લિજ્જત માણી.