પરિવારના 4 સભ્યોએ પ્લાઝમા ડોનેટ કરીને નૈતિક ફરજ પૂરી કરી
વાઘેલા પરિવારની 13 વર્ષની દીકરી અને 70 વર્ષના વડીલ સહિત પરિવારના 12 સભ્યને એકસાથે કોરોના થયો હતો
કોરોના મહામારીમાં સંક્રમણનો ભોગ થયેલા ઘણા લોકોને પોતાનું નવું જીવન મળ્યું છે જેને લઇને તેઓ એક સામાજિક જવાબદારી ગણીને પ્લાઝમા ડોનેટ કરીને કોરોના વૉરિયર બને છે ત્યારે કૃષ્ણનગરના મહાસુખનગરમાં રહેતા વાઘેલા પરિવારમાં રહેતા સભ્યોમાં 13 વર્ષની દીકરી અને 70 વર્ષના ઘરના વૃદ્ધો સહિત 12 વ્યકિતએ કોરોના સંક્રમિત થયા હતા.
એકસાથે આટલા બધા સભ્યોને કોરોના થતા પરિવાર પર આભ ફાટયું હોય તેવું લાગતું હતું. આ વિશે વાત કરતાં અનલ વાઘેલાએ કહ્યું કે, અમારા પરિવારના 12 સભ્યોએ કોરોનામાંથી મુક્ત થયા પછી અન્ય કોરોના દર્દીઓની મદદ કેવી રીતે કરી શકાય તેવું વિચાર્યું. આથી કોરોના સંક્રમિત દર્દીઓે માટે પ્લાઝમા ડોનેટ કરવાના નિર્દેશમાં ચાર સભ્યોની યોગ્યતા હોવાથી ચાર વ્યકિતઓ પ્લાઝમા ડોનેટ કરીનેે અન્ય પરિવાર માટે મદદરૂપ બન્યા હતા.
પ્લાઝમા દાન શ્રેષ્ઠ દાન સાબિત થઇ રહ્યું છે
અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં દાનનું અનેરું મહત્વ છે તેમ કોરોના મહામારી માટે પ્લાઝમા દાન શ્રેષ્ઠ દાન સાબિત થઇ રહ્યું છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે પ્લાઝમા આપી શકે તેવા વ્યકિતઓએ પોતાનું પ્લાઝમા ડોનેટ કરીને બીજા વ્યકિતને મદદરૂપ થવું જરૂરી છે.