15 દિવસમાં 35,00 પેપર બેગ બનાવી વિવિધ સ્ટોરમાં વિતરણ કર્યું
કોલેજ સ્ટુડન્ટસ વોલિયેન્ટર અને સ્કૂલના બાળકોનો પર્યાવરણ બચાવવા માટે સહિયારો પ્રયાસ
વૈશ્વિક લેવલે ચાલી રહેલા પર્યાવરણ બચાવવાના આંદોલનને સપોર્ટ કરવા માટે વિવિધ કોલેજના સ્ટુડન્ટસ સાથે મળીને પેપર બેગની ઝુંબેશ ચલાવી રહ્યાં છે. જે અંતર્ગત વોલિયેન્ટર સ્ટુડન્ટસનું ગુ્રપ વિવિધ સ્કૂલના બાળકોને ફોલ્ડેબલ પેપર બેગ બનાવતા શીખવે છે. સ્કૂલના બાળકો ઘરેથી નકામા ન્યૂઝપેપર સ્કૂલમાં લાવે છે, ત્યારે તેઓને બેગ બનાવતા શીખવવામાં આવે છે. વર્કશોપ દરમિયાન સ્કૂલ સ્ટુડન્ટસે બનાવેલી પાંચ બેગમાંથી ત્રણ બેગ વોલિયેન્ટ સ્ટુડન્ટસ પોતાની પાસે રાખે છે, જ્યારે બાકીની બે બેગ સ્કૂલ સ્ટુડન્ટસને ઘર વપરાશ માટે આપે છે. અત્યાર સુધીમાં શહેરની ૩૨ સ્કૂલમાં વોલિયેન્ટર દ્વારા પેપર બેગ વર્કશોપ કરાયો છે, જેમા માત્ર ૧૫ દિવસમાં ૩૫,૦૦૦ પેપર બેગ એકત્રિત કરાઇ હતી. જેનું વિતરણ શહેરના વિવિધ સ્ટોરમાં કરવામાં આવ્યું હતું.
પેપરના ત્રણ ફોલ્ડ દ્વારા જ બેગ બનાવી શકાય છે
સ્ટુડન્ટસ વોલિયેન્ટર દ્વારા બનાવવામાં આવતી પેપર બેગ માત્ર ત્રણ ફેલ્ડ દ્વારા બનાવી શકાય છે. ઉપરાંત બેગ બનાવવા માટે ગુંદર કે સ્ટેપલરની જરૃર પડતી નથી. પેપર બેગ બનાવવાની પદ્ધતી સરળ હોવાથી સ્કૂલના બાળકો સહેલાઇથી શીખી શકે છે. જ્યારે આ સરળ પદ્ધતિ પોતાના ઘરે જઇને માતા પિતાને પણ શીખવી શકે છે. ઉપરાંત પેપર બેગના કોન્સેપ્ટથી બાળકોને પર્યાવરણ બચાવવાની પ્રેરણા મળે છે.
પર્યાવરણ બચાવવાની પ્રક્રિયા સતત ચાલુ રહેશે
જ્યારે એમેઝોનના જંગલમાં વિકરાળ આગ લાગી હતી, ત્યારે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર પોતાના પ્રતિભાવો શેર કરતા હતા પરંતુ મને સોશિયલ મીડિયામાં પ્રતિભાવો શેર કરવા કરતા પર્યાવરણ માટે કંઇક કરવાની ઇચ્છા હતી. તેથી આ પ્રક્રિયાની શરૃઆત કરી હતી. ૩૫,૦૦૦ બેગ ૧૫ દિવસમાં તૈયાર થશે તેના વિશે ક્યારેય વિચાર્યું નહોતું. પરંતુ બીજા સ્ટુડન્ટસના સપોર્ટના કારણે અહીંયા સુધી પહોચ્યા છીએ. પર્યાવરણ બચાવવાની આ પહેલ આગામી સમયમાં પણ ચાલુ જ રહેશે. - ચિરાગ પ્રજાપતિ, સ્ટુડન્ટ - એલડીઆરપી ગાંધીનગર