એન્જિનિયરિંગ ભણતા ભણતા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવા બનાવી દીધું ''સાતમા તારાનું આકાશ''
વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના 35 સ્ટુડન્ટ 80 35 Student provides free educationજેટલા બાળકોને 'સપ્તર્ષિ પાઠશાળા'માં વિનામૂલ્યે શિક્ષણ આપે છે
આકાશમાં દેખાતા સાત તારાના સમૂહને સપ્તર્ષિ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડામાંથી અભ્યાસ કરી ચૂકેલા હાલ ૩૫થી વધુ પૂર્વ વિદ્યાર્થી 'સપ્તર્ષિ પાઠશાળા' નામે અનોખું ઇનિશ્યેટિવ ચલાવી રહ્યા છે. ૨૦૧૩થી એક સ્વૈચ્છીક એનજીઓ સાથે મળીને કોલેજ કેમ્પસની પાસે આવેલા કોમર્શિયસ બિલ્ડિંગના ગાર્ડનમાં છૂટક મજુરી કામ કરતા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. આ સપ્તર્ષિ પાઠશાળા કોઇપણ જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓ ઓપન છે. આ શાળામાં રમતગમત, ક્લચરલ એક્ટિવિટીનું સેલિબ્રેશન થાય છે. આ સુંદર પ્રોગ્રામમાં કેમ્પસમાં જ સ્ટડી કરતા સ્ટુડન્ટસ જોડાઇને અભ્યાસમાંથી બહુમૂલ્ય સમય આપે છે.
પહેલાં બાળકોને ઘરે લેવા જવું પડતું હવે અભ્યાસ માટે નિયમિત આવી જાય છે
હું છેલ્લાં ચાર વર્ષથી સપ્તર્ષી પાઠશાળામાં બાળકોને અભ્યાસ કરાવવા માટે આવું છું. પાઠશાળાની શરૃઆત કરી ત્યારે કોલેજની આજુબાજુના વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતા બાળકોને સવારે બોલાવવા જતા હતા તેમજ તેમને વિશ્વાસ પૂરો પાડતા ત્યારે તેઓ પાઠશાળામાં અભ્યાસ માટે આવતા પણ હવે નિયમિત આવીને અભ્યાસ કરે છે.- આશિષ પ્રજાપતિ, સિવિલ એન્જિ. સ્ટુડન્ટસ
મને પગે ફ્રેક્ચર હતું છતાં બાળકોને ભણાવવા જતી
ચાર વર્ષ પહેલાં મારી ફ્રેન્ડ જ્યારે આ બાળકોને અભ્યાસ કરાવવા જતી ત્યારે મને કહ્યું કે તારે બાળકોને અભ્યાસ કરાવવા આવવું છેે ત્યારે થોડો વિચાર કરીને કહ્યું કે હું આવું છું. ત્યારથી લઇને હું આજદિન સુધી નિયમિત અભ્યાસ કરાવવા માટે જાઉ છું. થોડા સમય પહેલાં મને પગે ફ્રેક્ચર થયું હતું ત્યારે જઇ શકાય તેમ ન હતું પરંતુ બાળકોએ મને કહ્યું અભ્યાસ કરાવવા આવો છો ત્યારે હું તે સમયે સહેજ પણ વિચાર કર્યા વિના સેવાકાર્યમાં જોડાઇ ગઇ. - અમિ ગામીત, કમ્પ્યૂટર ડિપાર્ટમેન્ટ
કોલેજના ઓરિએન્ટેશન પ્રોગ્રામ બાદ આ પાઠશાળામાં જોડાવાની પ્રેરણા મળી
હું છેલ્લા બે વર્ષથી આ શિક્ષણકાર્યમાં જોડાયો છું. જ્યારે કોલેજના ફર્સ્ટ ડે પર યોજાતા ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં કોલેજની વિવિધ ઇત્તર પ્રવૃત્તિમાં 'સપ્તર્ષિ પાઠશાળા' વિશેની વાત કરવામાં આવી હતી. જેનાથી મને મનમાં થયું કે મારાથી જેટલું કાર્ય થશે તેટલું કરીશ અને તેમાં જોડાયો હતો. હું માનું છું કે આવા બાળકોમાંથી જ્યારે કોઇ બાળક વૈજ્ઞાાનિક, ડૉક્ટર કે પછી શિક્ષક બનીને સમાજને એક નવી દિશા આપવાનું ચોક્કસ કાર્ય કરશે. - હિતેશ પણદા, ઇલેક્ટ્રીકલ ડિપાર્ટમેન્ટ