GUના 71મા આંતરકોલેજ રમતોત્સવમાં 2300 ખેલાડીએ ભાગ લીધો
શ્રીમતી એ.પી.પટેલ આર્ટ્સ એન્ડ સ્વ.શ્રી એન.પી.પટેલ કોમર્સ કોલેજના યજમાનપદે ગુજરાત યુનિવર્સિટી સ્થાનિક રમત સમિતિ આયોજિત ૭૧મો આંતર કોલેજ 'ખેલકૂદ રમતોત્સવ'નું ત્રિ-દિવસીય આયોજન સરદાર પટેલ રમત સંકુલ સિન્થેટિક ટ્રેક ગુજરાત યુનિવર્સિટી ખાતે કરાયું છે
શ્રીમતી એ.પી.પટેલ આર્ટ્સ એન્ડ સ્વ.શ્રી એન.પી.પટેલ કોમર્સ કોલેજના યજમાનપદે ગુજરાત યુનિવર્સિટી સ્થાનિક રમત સમિતિ આયોજિત ૭૧મો આંતર કોલેજ 'ખેલકૂદ રમતોત્સવ'નું ત્રિ-દિવસીય આયોજન સરદાર પટેલ રમત સંકુલ સિન્થેટિક ટ્રેક ગુજરાત યુનિવર્સિટી ખાતે કરાયું છે. ખેલકૂદ રમતોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત યુનિવર્સિર્ટીના પ્રો.વાઇસ ચાન્સેલર જગદીશ ભાવસાર, અશ્વિનભાઇ પટેલ અને ગુજરાત યુનિવર્સિટી સ્થાનિક રમત સમિતિના મંત્રી ડૉ.ધર્મસિંહ દેસાઇ અને ચેરમેન ડૉ.રમેશ ચૌધરી હાજર રહ્યાં હતા.
ડૉ.ધર્મસિંહ દેસાઇએ કહ્યું કે, ૭૧મા આંતર કોલેજ ખેલકૂદ રમતોત્સવમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ૧૧૯ કોલેજના વિદ્યાર્થીઓએ ૪૦ જેટલી એથ્લેટિકની દોડ, કૂદ અને ગોળાફેંક જેવી સ્પર્ધાઓમાં ૨૩૧૪ ભાગ લીધો છે. ખેલાડીઓનો ઉત્સાહ વધતા ગયા વર્ષ કરતાં આ વર્ષે ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ રમતોત્સવમાં જોડાયા છે જે દરેક વિદ્યાર્થી માટે સારી વાત છે. દોડની ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૪૦૦બાય ૧, ગોળાફેંક, ચક્રફેંક, લાંબીકૂદ અને ઊંચીકૂદ જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી.