એલ્યુમિનાઇ દ્વારા 12કરોડ એકત્રિત કરાયા, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઊભી થશે

એલ.ડી.કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં 'ગ્લોબલ એલ્યુમની કન્વેન્શન મીટની ઉત્સાહભેર શરૂઆત

Updated: Jan 7th, 2023

એન્જિયનિયરિંગ કોલેજમાં પ્રથમ હરોળની એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના 75 વર્ષ નિમિત્તે 'LDCE@75' એલ્યુમિનાઇ દ્વારા 'ગ્લોબલ એલ્યુમની કન્વેન્શન' મીટનું આયોજન કરાયું છે. એલ. ડી. એલ્યુમિનાઇ એસોસિએશન (લા) ટીમે કોલેજના ૭૫ વર્ષ નિમિત્તે ઉજવણી કરી સાથે આવનારા 25 વર્ષને ધ્યાનમાં રાખીને રોડમેપ તૈયાર કર્યો. કૉલેજ કેમ્પસમાં વિવિધ સુવિધા માટે એલ્યુમિનાઈ  દ્વારા યથાયોગ્ય દાન સાથે અત્યાર સુધીમાં 12 કરોડનું ભંડોળ એકત્રિત કરાયું છે.

એલ્યુમિનાઇ ગ્રૂપના પ્રેસિડેન્ટ દિપેશ.એચ.શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ અતુલ શાહે કહ્યું કે, ઘણી મહેનત પછી અમે 3400 એલ્યુમિનાઇ એક સાથે મળ્યા છીએ. એલ્યુમિનાઇ હવે ભવિષ્યમાં આવનારા સ્ટુડન્ટ્સ માટે મહત્ત્વનું યોગદાન આપશે. ઘણાં વર્ષો પછી એલ્યુમિનાઇ એકબીજાને મળી શકે તે માટે ગ્લોબલ એલ્યુમની મીટનું આયોજન કરવાનો વિચાર કર્યો હતો. 25 વર્ષ પછી કોલેજના 100 વર્ષ થવાના છે ત્યારે એલ્યુમિનાઇ દ્વારા એક રોડમેપ સાથે વિઝન તૈયાર કર્યું છે. એલ્યુમિનાઇ દ્વારા એકત્રિત કરાયેલા ભંડોળને કૉલેજમાં પ્રાથમિક સુવિધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, ટેકનોલોજી, લેબોરેટરી, ગાર્ડન, ન્યુ બિલ્ડિંગ-ગ્રીન ટેકનોલોજીની સુવિધા માટે ઉપયોગ કરાશે. આ દાનના ઉપયોગથી આવનારા સ્ટુડન્ટ્સને દરેક સુવિધા મળશે જેને લીધે સારી રીતે અભ્યાસ કરી શકાશે.

20 વર્ષથી આર્થિક રીતે પછાત સ્ટુડન્ટ્સ માટે વર્ષે રૂપિયા 4 લાખનો ખર્ચ કરીએ છીએ

એલ.ડી.ના એલ્યુમિનાઇ ગ્રુપ દ્વારા આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા સ્ટુડન્ટ્સની ફી છેલ્લાં 20 વર્ષથી ભરાય છે.  ઇતિહાસમાં પણ એલ્યુમિનાઇ મહત્વનું યોગદાન આપીને અભ્યાસ કરતા બીજા સ્ટુડન્ટ્સને મદદરૂપ બનવાનું મુખ્ય કાર્ય છે. - આનંદ પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ


સ્ટુડન્ટ્સને મદદની સાથે પ્રોત્સાહન મળે તે જરૂરી છે

આજે 84 વર્ષે હું મારી કોલેજમાં આવ્યો છે જેને લીધે મને ઘણી ખુશી છે. હું છેલ્લાં પાંચ વર્ષથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને રબર ડિપાર્ટમેન્ટમાંથી પ્રથમ નંબરે પાસ થનાર સ્ટુડન્ટ્સને પાંચ-પાંચ હજારનું પ્રોત્સાહન રૃપે ઇનામ આપું છું. - સી.જી. પંડયા, એલ્યુમિનાઇ, 1960 બેચ

    Sports

    RECENT NEWS