ઈન્દુલાલ ગાંધીની ૧૦૭મી જન્મજ્યંતીએ વ્યાખ્યાન
ગુજરાત સાહિત્ય અકાદમી અને એક કોમ્યુનિકેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ૮ ડિસેમ્બરે સાંજે ૫.૩૦ કલાકે કવિ ઈન્દુલાલ ગાંધીના ૧૦૭મા જન્મ દિવસે 'મેંદી રંગ લાગ્યો' સાહિત્ય વ્યાખ્યાનનું એમ.જે લાયબ્રેરી ખાતે આયોજન થશે. જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયાની ઉપસ્થિતિમાં ઈન્દુલાલ ગાંધીના જીવન કવન વિશે અજયસિંહ ચૌહાણ, તેમની કાવ્યસૃષ્ટિ વિશે બળવંત જાની વાત કરશે જ્યારે, આંધળી માનો કાગળ, મેંદી રંગ લાગ્યો જેવા કાવ્યનું ગાન નમ્રતા શોધન કરશે. આ અંગે વાત કરતા કવિ મનીષ પાઠક 'શ્વેત' કહે છે કે છેલ્લા ચાર વર્ષથી અમે નિયમિત રીતે સાહિત્યકાર, કવિના જન્મદિવસ અને પુણ્યતિથિએ વ્યાખ્યાનનું આયોજન કરીએ છીએ. જેના દ્વારા આજની યુવા પેઠ સાહિત્યકારોના સર્જનને સમજી શકે.