Get The App

કેન્દ્રીય વિદ્યાલયનો રાષ્ટ્રીય સ્તરનો 47મો 'જવાહરલાલ નહેરુ ગણિત-વિજ્ઞાાન અને પર્યાવરણ' પ્રદર્શન

47મા રાષ્ટ્રીય 'ગણિત-વિજ્ઞાાન અને પર્યાવણર પ્રદર્શન'માં 450થી વધુ સ્ટુડન્ટના 100 પ્રોજેક્ટ ડિસપ્લે કરાયા

Updated: Nov 19th, 2019

GS TEAM

Google News
Google News
કેન્દ્રીય વિદ્યાલયનો રાષ્ટ્રીય સ્તરનો 47મો 'જવાહરલાલ નહેરુ ગણિત-વિજ્ઞાાન અને પર્યાવરણ' પ્રદર્શન 1 - image

કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી ચાંદખેડામાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો રાષ્ટ્રીય સ્તરનો ૪૭મો 'જવાહરલાલ નહેરુ ગણિત-વિજ્ઞાાન અને પર્યાવરણ' પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ પ્રોેજેક્ટ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ૪૫૦થી વધુ સ્ટુડન્ટના ૧૦૦ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂકાયા હતા. આ પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ એસ.એ.બારી, ગુજરાત કેન્દ્રીય વિદ્યાલયના ઉપાયુક્ત ડૉ.જયદીપ દાસ હાજર રહ્યાં હતા. આ વિશે વાત કરતા એસ.એ.બારીએ કહ્યું કે, જીવનમાં શિક્ષણનું ઘણંુ મહત્વ છે અને તેનાથી જીવન જીવવાની નવી દિશા મળે છે. આજની ૨૧મી સદીમાં સમાજની સમસ્યાઓના સમાધાન કરવા માટે સતત પ્રયત્ન કરવા જોઇએ. પ્રોજેક્ટ પ્રદર્શનમાં વન્ડર ટ્રી, સ્માર્ટ ડસ્ટબીન એન્ડ સ્માર્ટ કમોડ તેમજ મેડીસીન્સ એટીએમ તેમજ સ્માર્ટ સિટી અને પર્યાવરણની સાથે ગણિત અને વિજ્ઞાાનને લગતા સુંદર પ્રોજેક્ટ ડિસપ્લે કરાયા છે. ગુજરાતમાંથી કેન્દ્રીય વિદ્યાલયમાંથી કુલ છ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી હતી અને તે ઉપરાંત દેશના વિવિધ રાજ્યની વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ પ્રદર્શન કર્યા હતા.

પ્રોજેક્ટનું નામ- વન્ડર ટ્રી

સ્ટુડન્ટ- પલક અગ્રવાલ, અનામિકા ચોગલીયા, સાક્ષી ચૌહાણ

ધોરણ- ૧૧

કેન્દ્રીય વિદ્યાલય નંબર ૩ ગાંધીનગર કેન્ટ

મટીરીયલ્સ- પોટેન્શિયલ્સ ઓફ હાઇડ્રોજન, ટીડીએસ મીટર, 

ઉપયોગ- વૉટર  પ્યોરીકિફીકેશન  સિસ્ટમમાં ઉપયોગ થાય છે

પ્રોજેક્ટ તૈયાર કરનાર સ્ટુડન્ટની ટીમે વાત કરતા કહ્યું કે, આજના સમયમાં ખેતીના વિવિધ પાક લેવામાં 'વન્ડર ટ્રી' પ્રોજેક્ટ ખૂબ ઉપયોગી બની રહેશે. ખરાબ પાણીને શુદ્વ કરવા માટે પોટેન્શિયલ્સ ઓફ હાઇડ્રોજન, ટીડીએસ મીટરનો ઉપયોગ કરીને સિસ્ટમ દ્વારા પાણીને રોજિંદા જીવનમાં તેમજ ખેતીના કામમાં ઉપયોગ કરી શકાય છે. આ પ્રોજેક્ટ માટે ૨૦૧૮માં લીટરેચર પર સ્ટડી કર્યું હતું ત્યારે પછી અમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અમારો આ પ્રોજેક્ટ રિઝનલ લેવલ પર ઘણો જ પસંદ આવ્યો હતો અને તેને લીધે અમને આ નેશનલ સ્તરના પ્રોજેક્ટમાં સ્થાન મળ્યું છે.

સ્માર્ટ ડસ્ટબીન એન્ડ સ્માર્ટ કમોડ

રોનીટ મહેતા 

કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાપુર

મટીરીયલ્સ- ફોમ સીટ, ડસ્ટબીન, ઇએસપી માઇક્રોસર્વે,  કોરોડેટસીટ

રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે કોમન ટોઇલેટ હોય છે. ટોઇલેટ કોમન હોવાથી લોકો ત્યાં સ્વચ્છતા રાખતા હોતા નથી. રેલવેની આવી સ્થિતિને ધ્યાનમાં લઇને સ્માર્ટ કમોડ અને સ્માર્ટ ડસ્ટબીનને લગતો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. લોકો પોતાનો ઉપયોગ કર્યા પછી ત્યાં ગંદકી કરી મૂકતા હોય છે તેને માટે હવે રેલવે કમોડની બાજુમાં આઇઆર સેન્સર લગાવવામાં આવે છે  જેનાથી તે સાફ થયું છે કે નહીં તેની માહિતી જે તે વ્યકિતને મળતી હોય છે. તે ઉપરાંત સ્માર્ટ ડસ્ટબીનમાં અલ્ટ્રાસોનિક સેન્સર લગાવવામાં આવ્યું છે કેમ કે સામાન્ય રીતે ડસ્ટબીન ભરાય જતા તેની માહિતી જે તે ખાતાના અધિકારીઓને મળી જાય છે અને તેને ખાલી કરવા માટે જે તે વ્યકિત આવીને સ્માર્ટ ડસ્ટબીનને ખાલી કરી નાખીને તેેનો ઉપયોગ કરી શકે છે.

મેડીસીન્સ એટીએમ

 કૌસ્તુફ સાહુ, રેશનિક સિંઘ

રાયપુર, છત્તીસગઢ

ધોરણ ૧૧

મટીરીયલ્સ- જીએફએમ મોડયુલ, આરએફઆઇઓ, આરએફઆઇડી રીડર, ડી.સી.મોટર, માઇક્રોકંટ્રોલર, એલસીડી ડિસપ્લે

સામાન્ય રીતે ડૉક્ટર પાસે જઇએ ત્યારે આપણને તે રીપોર્ટ લખી આપે છે અને તે ડેટા મુજબ આપણે દવા લેવી પડે છે ત્યારે મેડીસીન્સ એટીએમ દ્વારા આપણા રીપોર્ટની દવા લેવા માટે એટીએમ કાર્ડને સ્વાઇપ કરવું પડે છે તે પછી દવા આપણને મળે છે. મેડીસીન્સ એટીએમમાં દર્દીની માહિતીનો સંગ્રહ પણ થાય છે.


Tags :