Get The App

આપણા નાટકો મોટેભાગે રામાયણ-મહાભારત પરથી બન્યા છે

ધ અર્થિંગ ગૃપ દ્વારા દસદિવસીય થિયેટર સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે

Updated: Jun 6th, 2019

GS TEAM

Google News
Google News
આપણા નાટકો મોટેભાગે રામાયણ-મહાભારત પરથી બન્યા છે 1 - image


થિયેટર કરવા માંગતા યંગસ્ટર્સ માટે શહેરમાં એક પણ ફ્રી થિયેટર સ્કૂલ નથી ત્યારે ધ અર્થિંગ ગુ્રપ દ્વારા દસદિવસીય થિયેટર સ્કૂલની સતત ચોથી સિઝન છે. આ ફ્રી વર્કશોપમાં રાજૂ બારોટ,હર્ષલ વ્યાસ,પીટર વોલ્ટર, વૈશાલી ત્રિવેદી, કેદાર-ભાર્ગવ, સુભાષ બ્રહ્મભટ્ટ, કમલ જોશી, રુપા મહેતા, પરેશ વ્યાસ અને વિરલ રાચ જેવાં શહેરના જાણિતા થિયેટર આર્ટિસ્ટ યંગસ્ટર્સને પોતાના અનુભવોને આધારે માર્ગદર્શન આપી રહ્યા છે. ૧ જૂન થી શરૃથયેલ આ વર્કશોપમાં ચાર સેશનમાં થિયેટરના વિવિધ પાસાંઓ વિશે માહિતી આપવામાં આવી હતી, ખાસ કરીને આર્ટિસ્ટના વોઇસ મોડયુલેશન,ડ્રામામાં નૃત્યનું મહત્વ, સ્ટેજ પર ક્રાફ્ટની જરૃરિયાત,નાટકમાં પ્રોડક્શનનું મહત્વ, ઇમ્પ્રુવાઇઝેશન અને નાટકનો ઇતિહાસ અને કરંટ સિનારિયો વિશે ચર્ચા કરતા જાણવા મળ્યું કે, ગ્રીક થિયેટરમાં ટ્રેજેડી લખાઇ અને ત્યા નાટકોનો અંત દુઃખદ જ આવતો પણ ભારતમાં તેનાથી તદ્ન ઉલ્ટુ થતું ભારતના થિયેટરમાં હંમેશા સુખદ્ અંત આવે. ભારતના નાટકો મોટેભાગે રામાયણ અને મહાભારત પરથી જ બન્યા છે.આ સાથે થિયેટર થેરાપીસ્ટ પ્રફૂલ પંચાલે સ્ટુડન્ટસને અલગ અલગ એક્ટીવીટી કરાવીને સમજાવ્યુ કે નાટકના રિહર્સલ દરમિયાન કલાકારની હાજરી કેટલી જરૃરી છે. 

કથક = 'કથા કહે સો કથક'

નાટકમાં ડાન્સનું પણ ખુબ મહત્વ હોય છે. નાટકમાં એક્ટરે તેની બોડીનો ઉપયોગ કેમ કરવો તેમાં ડાન્સ મદદરૃપ થાય છે. કથકમાં આખી આખી કથાનો સાર દર્શાવવામાં આવતો હોય છે તેથી  કથક ='કથા કહે સો કથક' છે. - વૈશાલી ત્રિવેદી

એક્ટિંગનો ક્રાફ્ટ સારો બનાવવો હોય તો થોટપ્રોસેસ લાંબી કરવી પડે

નાટકનું સ્ટેજ તૈયાર કરવા માટે વિવિધ ક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને ક્રાફ્ટ જ નાટકને રંગીન બનાવે છે. નાટકમાં રાઇટીંગ ક્રાફ્ટ, એક્ટિંગ ક્રાફ્ટ, ડિરેક્શન ક્રાફ્ટ, સ્ટેજ ક્રાફ્ટ અને એટલું જ નહી ઓડિયન્સનો પણ એક ક્રાફ્ટ હોય છે. એક એક્ટરે જો એક્ટિંગનો ક્રાફ્ટ સારો બનાવવો હોય તો તેણે તેની થોટપ્રોસેસ ખૂબ લાંબી કરવી પડે. - કમલ જોશી

પ્રોડક્શન આર્ટિસ્ટ બેકસ્ટેજનો નાયક છે

પ્રોડક્શન આર્ટિસ્ટ ન હોય તો શુ કરવું તેનો ખ્યાલ રહેતો નથી. તેને રિહર્સલથી માંડીને શો પૂરો થાય ત્યા સુધીની તમામ બાબતનો ખ્યાલ હોય છે તેથી તેને જેક ઓફ ઓલ કહેવાય છે.નાટક કલેક્ટિવ આર્ટ છે.બેક સ્ટેજ એ ઇન્વીઝીબલ આર્ટ છે. પ્રોડક્શન કરનાર વ્યક્તિ પાસે વિનમ્રતા, ધિરજ શક્તિ, જ્ઞાાન વગેરે જેવા ગુણો હોવા જરૃરી છે. - ચિરાગ પારેખ

Tags :