Get The App

કલાકારે નાટકના ભાવ પ્રમાણે વાદ્યો અને સંગીતનો ઉપયોગ કરવો જોઇએ

ધ અર્થિંગ ગ્રુપ દ્વારા યોજાયેલા 10 દિવસીય થિયેટર

Updated: Mar 14th, 2020

GS TEAM

Google News
Google News
કલાકારે નાટકના ભાવ પ્રમાણે વાદ્યો અને સંગીતનો ઉપયોગ કરવો જોઇએ 1 - image

જ્યારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સિતારો આવ્યો છે ત્યારથી શહેરના યંગસ્ટર્સ વધુને વધુ થિયેટર અને એક્ટિંગ તરફ વળી રહ્યા છે. ક્યાંથી નવું નવું જાણવા મળે તે માટે દરેક જગ્યાએ થિયેટર શીખી રહ્યા છે ત્યારે ઘણા એવા પણ યંગસ્ટર્સ છે કે જેઓ મોંઘા વર્કશોપ અટેન નથી કરી શકતા. તેના માટે ચિરાગ પારેખ અને પ્રફૂલ પંચાવના ધ અર્થિંગ ગુ્રપ દ્વારા નિઃશુલ્ક થિયેટર સ્કૂલ ચલાવાય છે અને અત્યારે તેમનો છઠ્ઠો થિયેટર સ્કૂલ વર્કશોપ ચાલી રહ્યો છે. ૧૦ દિવસ સુધી ચાલનાર આ વર્કશોપમાં ટોટલ ૧૮ એકસપર્ટ દ્વારા થિયેટરના વિવિધ પાસાઓ સમજાવવામાં આવ્યા. લાઇફ અને થિયેટર વિશે વાત કરતા મુંબઇથી આવેલ અભય હરપલે સ્ટુડન્ટસને કેરેક્ટર સ્વિચ ઓફ અને ઓનની એક્ટિવિટી કરાવી અને કહ્યું કે, થિયેટરની બધી બાબતો જિંદગી સાથે સંકળાયેલી છે એ માત્ર કલાકાર પૂરતી મર્યાદિત નથી પણ જીવનમાં સારી રીતે ડેવલપમેન્ટ થવા માટે મદદ થાય છે. જ્યારે બોડી મૂવમેન્ટ માટે હર્ષ વ્યાસે કલરીપાયતુ માર્શલ આર્ટ, બોડીની વિવધ મૂવમેન્ટનો ઉપયોગ કરીને કેરેક્ટર રિપ્રેઝન્ટ કરતા શીખવાડયું અને કહ્યું કે, એક્ટરની બોડી કોઇ પણ કેરેક્ટરને અનુરૃપ ફ્લેક્સિબલ હોવી જોઇએ.

નાટકની કોઇ થિયરી છે જ નહીં

થિયેટરમાં ક્રાફ્ટ અને કેરેક્ટરાઇઝેશન વિશે વાત કરતા કહ્યું કે, કોઇ બીજી વ્યકિતના  જીવનના અનુભવો આપણને ન શીખવી શકે એટલે કોઇનો અનુભવ શિખાય નહી, તે અનુભવ કરીને જ આવડે. નાટકની કોઇ થિયરી છે જે નહીં તેને બસ કરતા રહો. કલાકાર બનવા માટે સમાજમાં ઘટતી તમામ બાબતોથી તમે વાકેફ હોવા જોઇએ અને ઓબ્ઝર્વેશનનું ભંડોળ હોવું જરૃરી છે. રેસિસ્ટન્સને ઝીરો કરી એક્સેપ્ટન્સ હોવું એક કલાકારમાં ખૂબ મહત્વનું છે. - કમલ જોશી

ઓડિયન્સ નાટક સાથે સંગીત હોય તો વધારે જોડાઇ રહે છે

મ્યુઝિકનું મહત્વ તરીકે વ્યકિત માટે અલગ છે પરંતુ થિયેટરમાં સંગીત મહત્વનો રોલ ભજવે છે. સંગીત વગર નાટક કદાચ ફિક્કું લાગે. સંગીત એ સાધના છે. સંગીત તમને તમારી જાત સાથે મળાવે છે અને દરેક કલાકારે નાટકના ભાવ પ્રમાણે વાદ્યો અને સંગીતનો ઉપયોગ કરવો જોઇએ. ઓડિયન્સ નાટક સાથે સંગીત હોય તો વધારે સારી રીતે જોડાઇ જાય છે. - અર્જુન ભગત

Tags :