Get The App

ભારતમાં ગૂગલ પર વર્ષ 2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ

- જાબાંઝ પાયલોટ અભિનંદન નંબર વન પર છે

કેટલાક નામો જાણીને આપને પણ નવાઇ લાગશે

Updated: Dec 22nd, 2019

GS TEAM

Google News
Google News
ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 1 - image


ઇન્ટરનેટમાં ગૂગલ સર્ચ એન્જીન વિશ્વમાં સૌથી ઉપયોગમાં લેવાય છે. લોકોના મનમાં કોઇ સવાલ થાય કે જીજ્ઞાસા જાગે ત્યારે તરત જ  ગૂગલ શરણે વેબસાઇટ્સના નેટવર્કની વચ્ચેથી પોતાને જોઇતી માહિતી મેળવે છે. સ્માર્ટફોન અને સસ્તા ડેટા દરના કારણે મોબાઇલ ઇન્ટરનેટ દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોચી ગયું છે. વિદાય લઇ રહેલા ૨૦૧૯ના વર્ષ દરમિયાન લોકોએ ભારતની કઇ ટોપ ટેન વ્યકિતઓ  જેના વિશે સૌથી વધુ સર્ચ થયું તે  જાણવું રસપ્રદ છે. 

ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 2 - image

(૧) અભિનંદન વર્ધમાન ભારતના આ જાબાંઝ પાયલોટનું નામ ઘરે ઘરે ગુંજતું થયું છે. ભારતના ૧૨ મિરાજ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કર્યા પછી પાકિસ્તાને એલઓસી નજીક કાંકરીચાળો કર્યો હતો. અમેરિકી બનાવટના પાકિસ્તાનના એફ -૧૬ વિમાન ભારતની સરહદમાં ઘૂસતા મિગ-૨૧ ફાયટર પ્લેનના જાંબાઝ પાયલોટ અભિનંદને પાકિસ્તાનના એફ -16 વિંમાનને તોડી પાડયું હતું. આ ઓપરેશન દરમિયાન મિગ-૨૧ ક્રશ થતા અભિનંદને પેરાશુટથી જમીન પર લેન્ડિંગ કર્યુ હતું. જો કે આ વિસ્તાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં હોવાથી પાકિસ્તાન આર્મીએ તેની ધરપકડ કરી હતી. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા અભિનંદન વિશે જાણવામાં લોકોની ઉત્સુકતા વધી હતી. આંતરરાષ્ટ્રીય અને ભારતનું ડિપ્લોમેટિક પ્રેશર વધતા પાયલોટ અભિનંદનને છોડી મુકવાની ફરજ પડી હતી. 

ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 3 - image

(૨) સુર સામાજ્ઞી લતા મંગેશકરના કરોડો ચાહકો દેશ અને દૂનિયામાં વસે છે. તેમના હિંદી ફિલ્મો ગીતોના દિવાનાઓની અલગ દુનિયા છે. લતાજીએ વિવિધ ભાષાઓના ફિલ્મી તથા ગેર ફિલ્મી ગીતો મળીને ૩૦ હજારથી વધુ ગીતો ગાયા છે. છેલ્લા કેટલાક સમયથી પોતાના બગડતા આરોગ્યને લઇને ચર્ચાં રહે છે .તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા ખાનગી હોસ્પીટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત નાજૂક હોવાના પણ સમાચાર સાંભળી ચાહકોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. 

ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 4 - image

(૩) ક્રિકેટ જગતનો યુવરાજ એટલે ભારતનો ઓલ રાઉન્ડર ક્રિકેટર યુવરાજસિંહ. આ ક્રિકેટરના પ્રદાનને લોકો ભૂલી શકે તેમ નથી. ૨૦૧૧માં મહેન્દ્દસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે ક્રિકેટનો વિશ્વકપ જીત્યો ત્યારે સમગ્ર ટુર્નામેન્ટમાં યુવરાજનો સિંહ ફાળો હતા. ક્રિકેટના ૨૦ ફોર્મેટમાં છ બોલમાં છ છગ્ગા ફટકારવાનો એક માત્ર રેકોર્ડ યુવરાજ ધરાવે છે. તેણે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી ત્યારે લાખો ચાહકોએ ભાવભીની અલવિંદા કહી હતી. યુવરાજ ક્રિકેટના ટેલેન્ટ ઉપરાંત  ફાઇટર પર્સનાલિટીના કારણે કરોડો લોકો તેને પસંદ કરે છે. 

ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 5 - image

(૪) આનંદ કુમાર આ નામ કેટલાકને અજાણ્યું લાગશે પરંતુ સુપર૩૦ કાર્યક્રમના કારણે બિહારના શિક્ષકને ભારે લોકપ્રિયતા મળી છે. તેમણે આ એજયુકેશન પ્રોગામની શરુઆત ૨૦૦૨માં પટણાથી કરી હતી. જેમાં આર્થિક રીતે પછાત બાળકોને આઇઆઇટીની પરીક્ષાની તૈયારીઓ મફત કરાવે છે. ૨૦૧૮ના આંકડા મુજબ તેમના દ્વારા પ્રશિક્ષિત ૪૮૦ માંથી ૪૨૨ સ્ટુડન્ટસને આઇઆઇટીમાં એડમિશન મળ્યું છે. તેઓ માત્ર શિક્ષક જ નહી રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય ગણિત પત્રિકાઓના સ્તંભકાર પણ રહયા છે. ૨૦૧૯માં તેમની બાયોપિકને પણ લાખો લોકોએ પસંદ કરી છે 

ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 6 - image

(૫) વિકી કૌશલ આ ભારતીય અભિનેતા, પુરસ્કાર વિજેતા ફિલ્મ મશાન માટે જાણીતા છે પરંતુ તેમની ઉડી ધ સર્જિકલ સ્ટ્રાઇકને ૨૦૧૯માં બોકસ ઓફિસ પર સૌથી વધુ આવકાર મળ્યો અને વિકીના અભિનયની પણ ખૂબ પ્રશંસા થઇ હતી. વિકીને બેસ્ટ એકટરનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આથી વર્ષ દરમિયાન ગૂગલ પર સૌથી વધુ સર્ચ મળ્યા હતા.વિકીએ ૨૦૧૦માં અનુરાગ કશ્યપની ફિલ્મ ગેગ્સ ઓફ વાસેપુરમાં સહાયક તરીકે કામ કર્યુ હતું. યુવાવર્ગમાં પોતાના એકટિંગ ટેલેન્ટ અને સિમ્પલ લૂકથી ખૂબજ લોકપ્રિય છે.

ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 7 - image

(૬) ૨૨ વર્ષનો ક્રિકેટ જગતનો ઉગતો સિતારો ગણાતા રુષભ પંત વિશે જાણવામાં પણ લોકોને વર્ષ દરમિયાન ખૂબ રસ પડયો છે.  ઉતરાખંડના રુડકીમાં જન્મેલો ઋુષભ પંત બેટ્સમેન અને વિકેટ કિપર તરીકે જાણીતો છે. મહેન્દ્રસિંહ ધોની પછી આશાસ્પદ વિકેટ કિપર ખેલાડી ગણાય છે, વિશ્વકપ ૨૦૧૯ની ટીમમાં પણ પસંદગી થઇ હતી આથી જ તો આ યુવા પ્રતિભા વિશે જાણવામાં લોકોને રસ પડયો હતો. 

ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 8 - image

(૭) જેનામાં લતા મંગેશકરના અવાજની ઝલક મળે છે એ રાનુ મંડલ તેના અવાજ અને ગરીબીના બેક ગ્રાઉન્ડના લીધે વધારે ચર્ચામાં રહી હતી. સોશિયલ મીડિયાની મદદથી રેલવેના ફ્લેટફોર્મ પરથી આ મહિલા રાતો રાત રેકોર્ડિગના સ્ટુડિયો સુધીની સફર કરી હતી. ઇક પ્યાર કા નગ્મા હૈ, મોજો કી રવાની હૈ, તેના આ ગીતનો સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયો જેને નિહાળ્યો તે દંગ રહી ગયા હતા. હિમેશ રેશમિયા સાથે તેણે તેરી હી .. મેરી હી ... કહાની ગીત ગાયું હતું. 

ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 9 - image

તારા સુતરિયાએ બોલીવુડ અભિનેત્રી છે તેણે કરન જોહરની ફિલ્મ ટીન ડ્રામા સ્ટુડન્ટસ ઓફ ધ યર -૨થી બોલીવુડમાં પદાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત ટાયગર શ્રોફ અને અનન્યા પાંડે સાથે પણ તે ફિલ્મી પડદે દેખાઇ ચૂકી છે. ૨૦૧૦માં તેણે ડિઝની ચેનલના બિગ બડા બૂમ સાથે એક બાળ કલાકાર તરીકે પોતાની કરિયરની શરુઆત કરી હતી. બોલીવુડમાં પદાર્પણ કરનારી કેટલીક અભિનેત્રીઓમાં તારા સુતરિયા ગુગલના ટોપ ટેન પર્સનાલિટી સર્ચમા સ્થાન ધરાવે છે.

ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 10 - image

સિધ્ધાર્થ શુકલા - ટીવી એકટર અને મુંબઇ બેઝ મોડેલ છે તેમણે ૨૦૦૮માં બાબુલ કા આંગન છુટે ના ટીવી ધારાવાહિકથી પોતાની કરિયર શરુઆત કરી હતી. રિયાલિટી શો ઝલક દિખલા જા અને ફિયર ફેકટર- ખતરો કે ખિલાડીમાં ભાગ લીધેલો છે. તેણે  આજકાલ બિગ બોસ સિઝન -૧૩માં ખૂબજ કોન્ટ્રોવર્સી ઉભી કરી છે. 

ભારતમાં ગૂગલ પર વર્ષ  2019માં વધુ સર્ચ કરવામાં આવેલી Top 10 વ્યકિતઓ 11 - image

 કોઇના મિત્રા - કલકત્તામાં બંગાળી પરીવારમાં જન્મેલી કોઇના મિત્રા જાણીતી અભિનેત્રી છે. વર્ષ ૨૦૦૨માં આવેલી રોડ ફિલ્મમાં તેણે સ્પેશિયલ અપેરિયન્સ ઇન આઇટમ તરીકે કરિયરની શરુઆત કરી હતી. તેણે મુસાફિર, અપના સપના મની મની જેવી કેટલીક બોલીવુૂડ ફિલ્મોમાં કામ કર્યુ છે. તમિળ ફિલ્મોમાં પણ તે અભિનય કરી ચુકી છે. તેણે બીગ બોસ સિઝન ૧૩માં ભાગ લીધો ત્યારે ફરીથી ચર્ચામાં આવી હતી પરંતુ તે ૧૪ માં દિવસે ઘરથી બેઘર થઇ હતી.

Tags :