પ્રભાસ પાટણનો યુવાન પં.બંગાળ પહોંચ્યો! કવોરન્ટાઈનમાં રખાયો
- માતા પર હુમલો કરી બે માસ પહેલા નીકળી ગયો હતો
તાલાલા, તા. 2, 2020, શનિવાર
ગીર સોમનાથના પ્રભાસ પાટણના યુવાન તેની માતા સાથે ઝઘડો કરી બે માસ પહેલા ઘરેથી નિકળી ગયા બાદ પશ્ચિમ બંગાળ પહોંચી ગયો હતો. તે શંકાસ્પદ રીતે આંટાફેરા કરતો હોય અને લોકડાઉન હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા કવ ોરન્ટાઈનમાં ખસેડી હેમરેડીયો મારફતે ગુજરાતમાં કોન્ટ્રેકટ કરાતા તે યુવાન પ્રભાસ પાટણનો હોવાનું ખુલ્યું હતું. પરંતુ હાલ લોકડાઉન હોવાથી તે પુર્ણ થયા બાદ તેને વતન આવવાની વ્યવસ્થા કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
હેમ રેડિયોની મદદથી યુવાનનો પત્તો મળ્યો, પં.બંગાળ તંત્ર દ્વારા લોકડાઉન બાદ તેને વતન પરત મોકલવાની વ્યવસ્થા કરાશે
પ્રભાસપાટણમાં રહેતો જીતેન્દ્રગીરી અપારનાથી નામનો યુવાન બે માસ પહેલા તેની માતા સાથે ઝઘડો કરી હુમલો કરી ઈજા પહોંચાડી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. જે અંગ ેતેના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. દરમિયાન ગમે તે રીતે યુવાન પશ્ચિમ બંગાળના સાઉથ ૨૪ પલગના જિલ્લાના એક ગામમાં પહોંચી ગયો હતો.
જયાં તે શંકાસ્પદ રીતે આટાફેરા કરતો હોય અને હાલ લોકડાઉન હોવાથી ગામના સરપંચ દ્વારા સ્થાનિક તંત્રને બે દિવસ પહેલા જાણ કરાતા બી.ડી.ઓ. સહિતના સ્ટાફ દ્વારા તેને સ્કુલમાં લઈ જવાયા બાદ તેના કપડા, ભોજનની વ્યવસ્થા કરી આપી હેલ્થ ચેકઅપની કામગીરી શરૂકરી હતી. અને તેની નજીકમાં આવેલી સ્કુલમાં જ રહેવાની વ્યવસ્થા કરી આપી હોમ કવોરન્ટાઈનમાં રખાયા હતાં. જો કે ગુજરાતી ભાષા બોલતો હોવાથી તંત્ર દ્વારા હેમ રેડીયોની મદદ લેવાતા વેસ્ટ બેંગાલ રેડીયો કલબનાં સેક્રેટરી અમરીશ નાગ બિસ્વાસ સહિતના સ્ટાફ દ્વારા રાજકોટના હેમ રેડીયાના બોગીભાઈ ગોંડલીયા અને નરેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરાતા તેમણે પોલીસની મદદથી તેના પરિવારજનોને શોધી વાતચીત કરાવી હતી. જો કે હાલ લોકડાઉન હોવાથી તે પુર્ણ થયા બાદ તેને પરત વતનમાં મોકલી આપવાની વ્યવસ્થા ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા કરાશે તેમ જાણવા મળ્યું છે. યુવાનના જૂનાગઢ રહેતા પરિવારજનોએ જણાવ્યું કે, યુવાનના પિતાનું કેટલાક વર્ષ પહેલા અવસાન થયું છે. યુવાન અપરણીત છે અને માતા સાથે રહે છે. બે માસ પહેલા માતા પર હુમલો કરી તે ભાગી ગયો હતો. લોકડાઉન પુર્ણ થયા બાદ પરત વનતમાં મોકલવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરાશે.