વેરાવળમાં ઝાડ કાપતા વીજ કરંટ લાગવાથી તરુણનું મોત
વેરાવળ, તા. 25 જુન 2020, ગુરુવાર
વેરાવળમાં 60 ફૂટ રોડ પર સરકારી સ્પોર્સ્ત કોમ્પલેક્સ સામે ઝાડ કાપવા ચડેલા કાળુભાઇ ગોપાલભાઈ પરમાર(17) નામના તરુણનું વીજ આંચકાથી મોત થયું હતું.
વેરાવળના જલારામ નગરમાં આવેલા ફૂલવાડી દેવીપૂજક વિસ્તારમાં રહેતા કાળુભાઇ અને એનો ભાઈ ભાવેશ(11) બન્ને સરકારી કોમ્પલેક્સની સામે બ્યુટી પાર્લરની ઉપર વૃક્ષ કાપવા એની માથે ચડ્યા હતા. નાનો ભાઈ નીચે ઊભો હતો. ત્યારે 20 ફૂટ ઉપર પહોંચેલા તરુણને 11 કેવી લાઇનનો વીજ વાયર અડી જતાં કરંટ લાગતાં ઝાડ માથે જ ચોંટી ગયો હતો.
બનાવની જાણ થતાં લોકો ટોળે વળ્યા હતા. બનાવ વિશે પીજીવીસીએલ, પોલીસ અને નગર પાલિકાને જાણ કરી હોવા છતાં એક-દોઢ કલાક પછી પણ કોઈ ડોકાયું નહોતું. મૃતકના પરિવારના જણાવ્યા મુજબ બન્ને ભાઈઓ સવારે આઠેક વાગ્યે ઘરેથી નીકળ્યા હતા.