FOLLOW US

પ્રભાસક્ષેત્રમાં વિષ્ણુયાગ, શ્રીકૃષ્ણની ચરણપાદુકાનું પૂજન થયું

Updated: Mar 23rd, 2023


ચૈત્ર સુદ એકમના દિવસે ભગવાને દેહોત્સર્ગ કર્યો હતો : ગૌપૂજન, ધ્વજાપૂજન, વૃક્ષારોપણ,ગીતાપાઠ, બ્રહ્મ ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

વેરાવળ, : મથુરાની કેદમાં જન્મેલા ભગવાન શ્રીકૃષ્ણે દ્વારિકા નગરી છોડીને પ્રભાસક્ષેત્રમાં આવી ચૈત્ર સુદ એકમ ના દિવસે સ્વદેહોત્સર્ગ કરી સ્વધામગમન કર્યું હતુ. એ કાલ ગણતરીને ધ્યાને રાખી કૃષ્ણની ચરજરજ સમી પ્રભાસભૂમિમાં વિષ્ણુયાગ,ચરણપાદુકા સહિત આજે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 

ભગવાન શ્રીકૃષ્ણના ગોધામ પ્રયાણ દિન નિમિતે કાલ ગણના કરતા ભગવાને બપોરના 2 કલાક 27 મિનિટ અને 30 સેકન્ડના સમયે ભગવાને પૃથ્વીલોકથી ગોલોકધામની ભૂમિથી સ્વધામગમન કર્યુ હતુ. અને એ જ ક્ષણે ભગવાનની ચરણપાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતુ.સાથે શંખનાદ,ભગવાનને પ્રિય બાંસંુરી વાદન અને જયઘોષ કરવામાં આવ્યો હતો .ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતાજીના પાઠ કરવામાં આવ્યા હતા. 

Gujarat
IPL-2023
Magazines