Get The App

ઉના: હત્યાની કોશિશના ગુનામાં બે શખ્સોને 7 વર્ષની કેદ

Updated: Jun 10th, 2020

GS TEAM

Google News
Google News
ઉના: હત્યાની કોશિશના ગુનામાં બે શખ્સોને 7 વર્ષની કેદ 1 - image

ઉના, તા. 10 જુન 2020, બુધવાર

ઉના તાલુકાના જુડવડલી ગામની સીમમાં બે વર્ષ અને આઠ માસ અગાઉ બકરા ચરાવતા યુવાન ભાવેશ અરજણભાઇ ઢસાત પર લોખંડના પાઇપ અને લાકડીથી હુમલો કરવા મામલે અંબાડા ગામના હાજા પીઠાભાઈ કાળોતરા અને ભગવાન લખમણભાઈ છેલણાને અહીંની સેશન્સ કોર્ટે તકસીરવાન ઠરાવીને બેયને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. બન્નેને રૂ. 30 હજારનો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ કેસમાં બે આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા.

તા. 19 ઓક્ટોબર 2017ના રોજ યુવાન બકરાં ચરાવતો હતો ત્યારે હુમલાખોરોએ તેને કહેલું કે તારી સાળી હિરલ મુન્ના મેરામણ કટારા સાસરિયેથી દેલવાડા પિયર રિસમાણે ગઈ છે. તેને તું મનાવીને પાછી સાસરે મોકલવા તારા સસરા અરજણભાઇ વાજસુરભાઈ દેલવાડા વાળાને કહે નહીંતર તને જાનથી મારી નાખીશું કહીને હુમલો કર્યો હતો.

Tags :