સોમનાથ મંદિર આસપાસ એક જમાનામાં હતા યોગના મોટા કેન્દ્રો
- યોગ એ ભારતની ઋષિ પરંપરાની વિશ્વને અમૂલ્ય ભેટ છે
ભગવાન શિવ યોગ વિદ્યાના પ્રથમ આદિ ગુરૂ યોગી તથા આદિ યોગી છે. પ્રાચીન સોમનાથ મંદિરના શિલ્પ અવશેષોમાં પણ યોગના માધ્યમથી એકાગ્રતા કેળવી કરાતા ભક્તિ યોગનું સમજાવાયું છે મહત્વ
પ્રભાસપાટણ, તા. 20 જૂન, 2020, શનિવાર
સમગ્ર વિશ્વ ૨૧ જૂને યોગમય બનશે. યોગ ભારત ઋષી પરંપરાની વિશ્વને અમુલ્ય ભેટ છે. યોગ ફકત કસરત નથી. પરંતુ સ્વયંની સાથે વિશ્વ - પ્રકૃતિ સાથે એકાકાર શોધવાનો પ્રયાસ છે. યોગ વિદ્યાનો ઉદ્ભવ હજારો વર્ષ પુરાણો છે. શ્રુતિ પરંપરા અનુસાર ભગવાન શિવ યોગ વિદ્યાના પ્રથમ આદિ ગુરૂ યોગી તથા આદિ યોગી છે.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે કે, બીજી સદીમાં લકુલિશ કે જેમણે પાશુપત સંપ્રદાય સ્થાપ્યો તેમની કર્મભૂમિ સોમનાથ હતી. અને જે તે કાળમાં યોગના અહીં મોટા કેન્દ્રો હતાં. જે તેમણે સ્થાપ્યા હતા. એમ પણ કહેવાય છે કે, યોગના જે આઠ પગથીયાં કહેવાય છે તેવા યોગ યમ - નિયમ - પ્રાણાયમ - પ્રર્ત્યાથ - ધારણા - ધ્યાન - સમાધિની અનેક સાધકોએ આ ભૂમિ ઉપર સાધના કરી છે. યોગનું જ ચરણ ગણાતા પ્રાણાયમ - પૂજા પાઠ - સંધ્યા પૂજા કરતા વિદ્વાનો આજે'ય તે પરંપરા જાળવી રહ્યા છે.
સંધ્યા વંદન વખતો થતો પ્રાણાયમ પ્રાણ + આયામ એટલે પ્રાણને પોતાના કાબુમાં લેવો. કુંભ - રેચક - પુરક જેમાં ડાબા નાસીકા બંધ કરી તેના ઉપર અંગુઠો રાખી જમણી નાસીકાથી શ્વાસ અંદર ખેંચવો જેને રેચક ત્યારબાદ બન્ને દ્વારો નાકોના બંધ કરી શ્વાસ રોકી રાખવો તે પુરક અને ધીરે ધીરે ડાબા નાસીકાથી પ્રાણ છોડવો તે રેચક જે પ્રાણાયમ યોગનો જ એક મુખ્ય ભાગ છે જે કરવાથી ભક્તિ - પૂજા ઉપરાંત પ્રાચીન સોમનાથ મંદિરના શિલ્પોમાં કોતરાયેલાં દ્રશ્યો જે યોગના માધ્યમથી એકાગ્રતા કેળવી કરાતી ભક્તિ યોગનું મહત્વ સમજાવે છે.