બેટ દ્વારકાનાં જંગલ વિસ્તારમાં ઘૂસેલી 16 મહિલાની અટક

- જામનગર વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી

- અનામત વન્ય વિસ્તારમાં આવવા અંગે સંતોષકારક જવાબ નહીં આપતા કસ્ટડીમાં લઇને પૂછતાછ

ખંભાળીયા


દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતના પશ્ચિમ છેવાડાનો સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. અહીં અનેક નિર્જન ટાપુ તેમજ વનવિસ્તાર આવેલો છે. આવા ટાપુ પર સરકારી તંત્રને મંજૂરી વગર પ્રવેશ સામે પ્રતિબંધ છે. આમ છતાં બેટ દ્વારકાનાં અનામત જંગલ વિસ્તારમાં ૧૬ મહિલાઓ ઘૂસી આવતા અટકાયત કરાઇ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વન્ય વિસ્તારો જામનગર વન વિભાગની નોર્મલ રેન્જ હેઠળ આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા નજીક બેટ બીટ અનામત જંગલ વિસ્તારમાં પ્રવેશ કરવોએ ભારતીય વન અધિનિયમ મુજબ ગુનાને પાત્ર છે. ગઈકાલે સોમવારે બેટ તથા આસપાસના વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત મહિલાઓ સહિત ૧૬ જેટલા આસામીઓ આ અનામત જંગલ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે ઘૂસી આવતા સુરક્ષાના કારણોસર અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી.

આ મહિલાઓની પૂછપરછમાં તેઓ બેટ વિસ્તારના રહેવાસી હોવાનું જણાવ્યું હતું, પરંતુ અને આ જંગલ વિસ્તારમાં આવવાના ઇરાદા અંગે સંતોષકારત સ્પષ્ટતા આપવામાં આવી ન હોય, તેઓની અટકાયત કરી જરૂરી કાર્યવાહી બાદ તપાસ પણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકા એ હાલ પાકિસ્તાનની નજીક અને ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. તાજેતરમાં મોટાપાયે ડિમોલીશન કરવામાં આવ્યા બાદ હવે અહીં આ જંગલ સાથે કરવામાં આવતા ચેડા તથા જંગલના જાનવર, ઝાડ અને જંગલની જમીનને કરાતા નુકસાનને લગતા ગુનાઓ પ્રત્યે કડક હાથે કામગીરી કરવામાં આવશે. તેમ પણ વધુમાં જાણવા મળ્યું છે.

City News

Sports

RECENT NEWS