તાલાલા યાર્ડમાં કેસર કેરી માટે ખેડૂતો પાસેથી લેવાતી ૮ ટકા દલાલી બંધ કરો
- કેસર કેરીના ઉત્પાદક કિસાનો દ્વારા મુખ્યમંત્રીને આવેદન
- ૧૦ કિલોના બોક્સમાં સાડા દસ કિલો કેરી ભરતી કરાવવાની પ્રથા દૂર કરી ખેડૂતો પાસેથી ૫૦૦ ગ્રામ કેરી વધુ લેવાનું પણ બંધ કરાવો
તાલાલા, ગીર, તા. ૧૮
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરી વેંચવા આવતા કિસાનો પાસેાથી ૮ ટકા દલાલી લેવાનું બંધ કરવા તાથા દશ કિલોના બોક્સમાં સાડા દસ કિલો કેરીની ભરતી કરાવવાની પ્રાથા ગેરકાયદેસર અને કિસાનોને કનડગત કરવા સમાન હોય,કેરીનું વેચાણ કરવા આવતા કિસાનો પાસેાથી ૫૦૦ ગ્રામ વાધારે કેરી લેવાનું બંધ કરવાની માંગણી સાથે તાલાલા પંથકના કિસાનોએ આવેદનપત્ર આપ્યું છે.
તાલાલા મામલતદાર મારફત મુખ્યમંત્રીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં વેંચાણ માટે આવતી કેરી માં દશ કિલોના બોક્સમાં સાડા દસ કિલો કેરીની ભરતી કરવામાં આવે છે,આ ઉપરાંત સરકારનો કાયદો અને પરિપત્ર છે કે કેરી વેંચવા આવતા કિસાનો પાસેાથી કોઇપણ જાતની દલાલી લેવાની નાથી,છતાં પણ કેરીના વેંચાણ માટે કિસાનો પાસેાથી ૮ ટકા દલાલી લેવામાં આવે છે,જે કિસાનોને હળાહળ અન્યાયકારક હોય,તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેરીના બોક્સ માં વાધારે કરાવવામાં આવતી ભરતી તાથા ૮ ટકા દલાલી તુરંત બંધ કરી કિસાનોને યોગ્ય ન્યાય આપવા માંગણી કરવામાં આવી છે.
તાલાલા પંથકમાં છેલ્લા પાંચેક વર્ષાથી કોઇ ને કોઇ નાની-મોટી આફતો અને વિપરીત વાતાવરણના કારણે કેરીનું ઉત્પાદન ઓછું થતું જાય છે,જેમાં છેલ્લા બે વર્ષાથી કેરીનો પાક નિષ્ફળ જતા કિસાનોને મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ જતાં ખેડૂતોને મરણતોલ આાથક ફટકો પડયો છે,કેસર કેરીના ઉત્પાદક કિસાનો ની વેદના ધ્યાને લઇ તાલાલા માર્કેટીંગ યાર્ડમાં વાધુ વજન પ્રાથા તાથા કેરીના વેંચાણ માટે લેવાતી દલાલી બંધ કરી અમદાવાદ સહિતના અન્ય યાર્ડની પ્રાથા પ્રમાણે કેરી વેચાણની પ્રાથા અમલમાં મૂકવા માંગણી કરી છે.