Gujarat
શ્રી સોમનાથ મહાદેવને કેરળના ચેન્ડામેલમ્ પારંપારિક વાદ્યથી સમૂહ સૂર આરાધના અર્પણ
By GS Team
5 Jan 20191 min read
This article was originally published on 5 Jan 2019
વિશ્વ વિખ્યાત દ્વાદશ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને કેરળના ચેન્ડામેલમ્ પારંપારિક વાદ્યથી સમુહ દ્વારા સુર આરાધના અર્પણ કરવામાં આ
Summarized by AI; it may make mistakes. Check important info
વિશ્વ વિખ્યાત દ્વાદશ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને કેરળના ચેન્ડામેલમ્ પારંપારિક વાદ્યથી સમુહ દ્વારા સુર આરાધના અર્પણ કરવામાં આ
Summarized by AI; it may make mistakes. Check important info

વેરાવળ, તા. 5 જાન્યુઆરી 2019 શનિવાર
વિશ્વ વિખ્યાત દ્વાદશ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને કેરળના ચેન્ડામેલમ્ પારંપારિક વાદ્યથી સમુહ દ્વારા સુર આરાધના અર્પણ કરવામાં આવી હતી.
વેરાવળમાં શ્રી અયપ્પા મંદિર વાર્ષીક પૂજા મહોત્સવ નિમિત્તે કેરાળાથી સૌપર્ણીકા કલાક્ષેત્રના શ્રી મુરલીધરન તથા તેમની ટીમ આવી હતી. જે ગૃપ દ્વારા શ્રી સોમનાથ મંદિરે નૃત્યમંડપ ખાતે ચેન્ડામેલમ્ જે કેરાળાનું પારંપરીક વાદ્ય છે.
આ પારંપરીક વાદ્યથી શ્રી સોમનાથ મહાદેવને સુરઅભિષેક કરેલ હતો. આ કાર્યક્રમનો લ્હાવો ઉપસ્થીત ભક્તોએ લીધેલો હતો. આયોજનને સફળ બનાવવા ઉદય મેનન તથા ટીમ દ્વારા જહેમત ઉઠાવેલી. શ્રી મુરલીધરન તથા ટીમનું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલું હતું.

માસિક શિવરાત્રી નિમિતે રાત્રીના જ્યોતપૂજન, મહાપુજા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિતે શુક્રવારે રાત્રીના જ્યોત પૂજન, મહાપુજા અને આરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા. રાત્રિના 10:00 કલાકે જ્યોતપૂજન કરવામાં આવ્યુ હતું. બાદમાં રાત્રે 11:00 કલાકે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા, 12-00 કલાકે આરતી કરવામાં આવી હતી.




