Gujarat

સોમનાથ મહાદેવ મંદિરે આજથી દર્શન માટે પાસ સીસ્ટમ અમલી

By GS Team
24 Jul 20202 mins read
This article was originally published on 24 Jul 2020
સોમનાથ મહાદેવ મંદિરે આજથી દર્શન માટે પાસ સીસ્ટમ અમલી

વેરાવળ, તા. 24 જુલાઈ, 2020, શુક્રવાર

કોરોના મહામારી વચ્ચે સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં યાત્રિકોની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈ ભાવિકો દર્શન વિહોણા ન રહે તે માટે ૨૫મી જુલાઈથી સોમનાથ મંદિર ટ૩સ્ટ દ્વારા પાસ સીસ્ટમ દર્શન માટે ફરજીયાત બનાવાઈ છે. ટ્રસ્ટની વેબસાઈટ ઉપર દર્શન માટે બુકિંગ કરાવી પાસ લેનાર ભાવિકોને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે.

કોરોના વૈશ્વીક મહામારી અને વધતી જતી યાત્રિઓની સંખ્યાને ધ્યાને રાખી સ્થાનિક જીલ્લો વહીવટી તંત્ર, પોલીસ તંત્ર સાથે સંકલન કરી સોમનાથમંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તી સરળતાથી દર્શન કરી શકે તેવું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨૫મીને શનિવારતી દર્શન માટે પાસ સીસ્ટમ અમલી કરવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઈટ ુુુ.ર્જસહચાર.ર્યિ પર મુકવામાં આવેલ દર્શન બુકિંગ અંગેની લીંક ખોલી યાત્રિકોએ ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલ સમયના દર્શન સ્લોટ મુજબ તારીખ અને સમય પસંદ કરી દર્શન માટેનું બુકિંગ કરાવી શકાશે. જેમાં યાત્રિક નિયમ સમયથી વહેલા પહોંચી પોતાનો પાસ બનાવી સમય બચાવી દર્શનનો લાભ લઈ શકે છે.

હાલની પરિસ્થિતિમાં સામાજીક અંતર જાળવીને દર્શનની વ્યવસ્થા ગોઠવેલ હોય દિવસ દરમ્યાન ૯ હજારથી ૧૦ હજાર લોકો દર્શન કરી શકે તેવો અંદાજ છે. આ દર્શન માટે પાસની પ્રિન્ટ  અથવા તો મોબાીલમાં પાસ દેખાડીને દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. દરેક યાત્રિકોએ દર્શન માટેનું બુકિંગ કરાવવું ફરજીયાત છે. 

કોઈ યાત્રિકો દર્શન માટેનું ઓનલાઈન બુકિંગ કરાવવાનું ભુલી ગયા હોય અથવા તો ન કરાવ્યું હોય તેવા યાત્રિકો તેમજ સ્થાનિક શ્રધ્ધાળુઓને દર્શન માટેના પાસ દરેક ૩૦ મીનીટના સમય સ્લોટમાં પરિસ્થિતિને અનુરૂપ ઈસ્યુ કરવામાં આવશે. દર્શન પાસ માટે શ્રી સોમનાથ મંદિરની સામે આવેલ જુના પથિકાશ્રમની જગ્યામાં ટ્રસ્ટ દ્વારા દર્શન  પાસ માટેના ૪ કાઉન્ટર કરવામાં આવેલ છે. જયાંથી પાસ મેળવી શકાશે. પાસ મેળવવા માટે પણ ભક્તોએ સામાજીક અંતર જાળવીને લાઈનમાં ઉભા રહેવાનું રહેશે.