સોમનાથ જિલ્લામાં થેલેસેમિયાગ્રસ્ત અનેક દર્દીઓ છતાં કમ્પોનન્ટ બ્લડ બેંકનો અભાવ
તાલાલા, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે 80થી 90 જેટલા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ નોંધાયેલા છે. આ સિવાયના પણ દર્દીઓ ઘણા છે, એ તમામને મહિનામાં બેથી વધુ વખત લોહી ચડાવવાની જરૂરિયાત ઊભી થાય છે તેથી જિલ્લાના મથક ખાતે કમ્પોનેન્ટ બ્લડ બેંકના અભાવે અનેક દર્દીઓ પિડાય રહ્યા હોવાને કારણે જિલ્લાના મુખ્ય મથક ખાતે કમ્પોનન્ટ બ્લડ બેંક ચાલુ કરવા માગણી ઉઠાવવામાં આવી છે.
જિલ્લા મથક પર સરકારી હોસ્પિટલમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન વોર્ડ ઊભો કરવામાં આવે તો દર્દીઓને જૂનાગઢ કે રાજકોટના ધક્કામાંથી રાહત મળી શકે એમ હોવાથી ગીર સોમનાથ જિલ્લા મથક પર જ કમ્પોનન્ટ બ્લડ બેંક સાથેની જરૂરી અદ્યતન આરોગ્ય સેવા મળી રહે એ માટે તાલાલામાં શહેર ભાજપની બેઠકમાં ઠરાવ કરવા કરી માગણી ઉઠાવવામાં આવી હતી.