સોમનાથ બેઠક જીતવા જલ્સા પાર્ટીનો દર, ઠેર-ઠેર સંભળાતા પ્રચારના ભુંગળા


રીક્ષા, ઈકોકાર, બોલેરો અને લકઝરી વાહનો મારફતે પ્રચાર : કયાંક તાવા પાર્ટી તો કયાંક ભજીયા પાર્ટી : ઝંડી, ટોપી, બેનરો, સ્ટીકર પાછળ થતો લખલૂટ ખર્ચ : મોડે સુધી કાર્યકરોની ચાલતી પાર્ટી

વેરાવળ  : વિધાનસભાની ચૂંટણીના નગારા વાગી રહ્યાં છે ત્યારે ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે નાણાંકીય કોથળીઓ જાણે છૂટી મુકી દેવામાં આવી હોય તેવો માહોલ સોમનાથ વિધાનસભા મતક્ષેત્રમાં જોવા મળે છે. મુખ્ય પ્રતિસ્પર્ધીઓ આર્થિક રીતે સધ્ધર હવાથી ઠેકઠેકાણે કાર્યાલયો ખોલી નાખ્યા છે. મોડી સાંજથી રાત સુધી મતદારો માટે કયાંક તાવા પાર્ટી તો કયાંક પાઉભાજી ભજીયાની પાર્ટીનો માહોલ જોવા મળે છે. ચુંટણી ખર્ચની મર્યાદા હોવા છતાં પાણીની જેમ પ્રચાર અર્થે વપરાતા પૈસા લોકોમાં ચર્ચાસ્પદ બની રહ્યાં છે.

સોમનાથ વિધાનસભામાં આ વખતે ત્રણેય રાજકીય પક્ષો દ્વારા અસ્તીત્વનો સવાલ થઈ ઉઠયો છે ત્યારે અનેક કાર્યાલયો ધમધમી રહ્યા છે. તે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં રીક્ષા,  ઈકો,  છોટા  હાથી, બોલેરો સહીતના લકઝરી વાહનો પ્રચારમાં લાગેલ છે. ડીજે સાથે ફરતા અનેક વાહનો શહેરના દરેક વિસ્તારોમાં આખો દિવસ પ્રચાર કરી રહેલ છે.

સોમનાથ મત વિસ્તારમાં ત્રણેય રાજકીય પાર્ટીના ઉમેદવારો બધી રીતે સક્ષમ છે. આ વખતે ત્રણેય માટે અસ્તીત્વનો સવાલ છે જેથી સાંજથી મોડી રાત સુધી અનેક સભાઓ, મીટીંગોમાં ગાઠીયા ભજીયા પુરી શાક સહીત નાસ્તાઓ તેમજ ગ્રુપ મીટીંગોમાં ભોજન સમારોહ મોડી રાત સુધી ચાલતા જોવા મળે છે. પ્રચાર માટે આ વિસ્તારમાં આશરે 200થી વધારે વાહનો ફરતા રહે છે. જે ગ્રામ્ય વિસ્તારોમાં સતત કાર્યરત રહે છે અનેક કાર્યાલયોમાં લકઝરી ગાડીઓના કાફલાઓ રાખવામાં આવલે છે ઘરે ઘરે પ્રચાર માટે માણસો રાખવામાં આવેલ છએ.

પેટ્રોલ ડીઝલ સહીત ખર્ચના પૈસા પણ નક્કી કરેલા હોય છે. પ્રચાર માટે પાણીની જેમ પૈસા વાપરી રહેલ છે. પક્ષના પ્રચાર માટે ઝંડી, ટોપી, વાવટા, બેનરો, સ્ટીકર સહીત હજારોની સંખ્યામાં તેમજ નાના છાપાઓ, ચોપાનીયા પણ લાખોની સંખ્યામાં છપાય ને આવેલ હોય જે ઘરે ઘરે પહોંચી રહ્યાં છે. આ સ્થિતિમાં સોમનાથ બેઠકની ચુંટણી સમગ્ર વિસ્તારમાં હોટફેવરીટ બની રહી છે.

City News

Sports

RECENT NEWS