વિસાવદર તા. ૨૯ જુલાઈ, 2020, બુધવાર
ગીરના ઘરેણા સમાન સિંહો પર સંકટ તોળાઈ રહ્યું હોય તેમ ભેદી રોગ પીછો મૂકતા નાૃથી. સૌપ્રાૃથમ દલખાણીયાાૃથી શરૂ ાૃથયેલો રોગચાળો રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા તરફ ફેલાયો હતો, પરંતુ હવે ભેદી રોગ વિસાવદર તરફ ફંટાયો છે. જેમાં વિસાવદરના ધારીની બોર્ડર અડીને આવેલા રાજપરા રાઉન્ડના જંગલ વિસ્તારમાં પણ સિંહોમાં ભેદી રોગ પગપેસારો કરી ગયો છે. જેમાં સાત જેટલા સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે, જ્યારે હજુ વાૃધુ એક ડઝન જેટલા સિંહોમાં પણ રોગની અસર જોવા મળી રહી છે. જેથી આવા તમામ સિંહોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દોઢ-બે વર્ષ પહેલા ધારીના દલખાણીયા નજીક સિંહોમાં શરૂ ાૃથયેલો રોગ હજુ અટકવાનું નામ લેતો નાૃથી. દલખાણીયાાૃથી પચાસ સાંઈઠ કિમી દૂર સુાૃધીના એરિયામાં વસવાટ કરતા સિંહોમાં પણ રોગ જોવા મળી રહ્યો છે અને તેના કારણે તેના મોત પણ ાૃથઈ રહ્યા છે. જેમાં ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને હવે વિસાવદર તરફ પણ સિંહોને સંક્રમણ લાગી ગયું છે. જેમાં ાૃધારી બોર્ડર પર અડીને આવેલા રાજપરાના જંગલ વિસ્તારમાં બે નર, ત્રણ બચ્ચા, બે માદાના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જે સિંહોને સારવાર માટે સાસણ ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ વધુ સિંહો સંક્રમણનો ભોગ બન્યા હોય જેથી આઠ બચ્ચા અને ચાર સિંહણોના ગપને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે.
રેસ્ક્યુ કરેલા અમુક સિંહો જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે અને હજુ રેસ્ક્યુ કરવાના બાકી છે તેવા સિંહોની પણ ગંભીર પરિસિૃથતિ હોવાનું જાણવા મળ્યું છે. વનવિભાગ દ્વારા રોગગ્રસ્ત સિંહોને પકડવાની કામગીરી શરૂ છે, પરંતુ દર વખતની જેમ રાબેતા મુજબ સબ સલામતના દાવાઓ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સિંહોને પકડી પકડીને સારવાર આપવામાં આવી રહી છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાાૃથી મંગાવેલી રસીનો પણ ઉપયોગ શરૂ કરી દીાૃધો છે.
સિંહોને પકડવાના મામલે વનવિભાગના એક નિવૃત્ત અધિકારીએજણાવ્યું હતું કે સિંહને પકડવા એ તેનો ઉપાય નાૃથી. સિંહને પકડવા પાછળ વન વિભાગની મોટી ગેમ છે. જેમાં સિહો જો મોતને ભેટે તેવા કિસ્સામાં અમુક દિવસો સુાૃધી સિંહોના મૃતદેહ મળતા નાૃથી અને કોહવાયેલી હાલતમાં મળે છે. જેમાં સૃથાનિક સ્ટાફની બેદરકારી સામે આવે અને જો પકડીને સારવારમાં ખસેડવામાં આવે ત્યાં હોસ્પિટલ કે ઝૂમાં સિંહોનું મોત ાૃથાય તો તેનો આંકડો પણ છુપાવવો હોય તો છુપાવી શકાય તે માટે વન વિભાગ સિહોને પકડી રહ્યું હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે.


