Get The App

રાજ્યમાં 13 સ્થળે GST વિભાગના દરોડા, ભાજપ-કોંગ્રેસના બે નેતાઓના ઠેકાણા પર પણ તપાસ

Updated: Oct 7th, 2024

GS TEAM

Google News
Google News
રાજ્યમાં 13 સ્થળે GST વિભાગના દરોડા, ભાજપ-કોંગ્રેસના બે નેતાઓના ઠેકાણા પર પણ તપાસ 1 - image

GST Raids : ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના બે નેતાઓને ત્યાં GSTના દરોડા પાડવામાં આવ્યાં છે. મળતી માહિતી પ્રામણે GSTની આઠથી વધુ ટીમ દ્વારા રાજ્યમાં ગીર સોમનાથ, ભાવનગર સહિત 13 સ્થળો પર ગેરકાયદે બાંધકામ અને ટેક્સ ભરવામાં ગરબડ કરનારા સામે તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચો : વડોદરા દુષ્કર્મના આરોપીઓને સ્ટ્રેચર પર હૉસ્પિટલ લઈ જવા પડ્યા, 1000 ઘર, 45 કિ.મીના 1100 સીસીટીવી ફંફોળ્યા

રાજ્યમાં 13 સ્થળે GST વિભાગના દરોડા, ભાજપ-કોંગ્રેસના બે નેતાઓના ઠેકાણા પર પણ તપાસ 2 - image

ભાવનગરમાં કન્સ્ટ્રક્શન કંપનીમાં અમદાવાદ એસઓજીના દરોડા

ભાવનગરની એક કન્સ્ટ્રક્શન કંપનીમાં અમદાવાદ એસઓજી પોલીસ અને GSTની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં. ભાવનગર બોગસ બિલિંગનું હબ છે. GSTને લગતી પોલીસ ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ છે, તેના પગલે પોલીસ અને GSTની સંયુક્ત તપાસ હાથ ધરાઈ, અમદાવાદ એસઓજી પોલીસે વાઘાવાડી રોડ પરના સુરભિ મોલમાં આવેલી ઓમ કન્સ્ટ્રક્શન કંપની ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મળતી માહિતી મુજબ, સમગ્ર મામલે પોલીસે 420, 406, 409 કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.