સીમાસીમાં પિતાની હત્યાનો બદલો લેવા પૂર્વ કોન્સ્ટેબલ પર ટ્રક ચડાવીને હત્યા
ગીરગઢડા નજીક ખૂન કા બદલા ખૂનનો બનેલો બનાવ : ગત એપ્રિલ માસમાં સીમાસીમાં થયેલી જૂથ અથડામણમાં મૃતક માજી કોન્સ્ટેબલના પિતાએ ટ્રક ચાલકના પિતાની હત્યા કર્યાનો આરોપ હતો, બે સામે ફરિયાદ : મૃતક કોન્સ્ટેબલે એક વર્ષની નોકરી કર્યા બાદ જીપીએસસીની તૈયારી કરવા માટે કોન્સ્ટેબલની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું
ઉના, : ગત એપ્રિલ એટલે કે આઠ માસ પહેલા ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે બે જુથ વચ્ચે થયેલી જુથ અથડામણમાં બે શખ્સોની લોથ ઢળી ગઈ હતી. આ બનાવમાં 22 શખ્સો જેલ હવાલે છે.એમાં જેલહવાલે રહેલા એક શખ્સનો દીકરો પૂર્વ કોન્સ્ટેબલ રફીક હુશેન વાણોટ ડોળાસાની સીમમાં ગયા બાદ પરત ફરતો હતો એ વેળા પિતાની હત્યાનો બદલો લેવા એઝાઝ અબ્બાસ જુણેજાએ એના પર ટ્રક ચડાવી હત્યા કરી નાંખતા સનસનાટી મચી ગઈ છે.
બનાવની વધુ વિગત મુજબ સીમાસી ગામે બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી. ટ્રક ચાલક એઝાઝના પિતા અબ્બ્બાસભાઈ અને એક અન્ય વ્યકિતની હત્યા થઈ હતી. આ ઘટનામાં મૃતક રફીક હુશેન વાણોટના પિતા હેુશેનભાઈની પણ સંડોવણી હતી. જે હાલ રાજકોટની સેન્ટ્રલ જેલમાં છે. આ ઉપરાંત અન્ય 21 વ્યકિતઓ જુદી જુદી જેલમાં છે. આ બનાવનું વેરઝેર રાખી એઝાઝ અબ્બાસે વેર વાળવા માટે ખુન કા બદલા ખુન જેવી ઘટનાને અંજામ આપ્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
આજે ટ્રક મારફત હત્યાનો ભોગ બનેલા ગીરગઢડા પોલીસ માૃથકના પૂર્વ કોન્સ્ટેબલ રફીક હુશેન વાણોટ ડોળાસાની સીમમાં આવેલી એમની વાડીએ ગયો હતો. ત્યાં કામ પતાવીને બાઈક પર પરત આવતો હતો. એ વખતે ટ્રક સાથે આવેલા રફીકે એના પર ટ્રક ચડાવી દેતા ગંભીર ઈજા થઈ હતી.
આ બનાવ બન્યો ત્યારે જોગાનુજોગ મૃતક રફીકના કાકાનો દીકરો નજીર આમદભાઈ વાણોટ બાઈક લઈને પાછળ આવતો હતો. એણે આ જોતા જ રાડા રાડી કરી મુકતા બધા એકત્ર થઈ ગયા હતા. અને ઘાયલ થયેલા રફીકને 108 મારફત ઉનાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. પણ સારવાર દરમિયાન રફીકનું મોત નીપજ્યું હતુ.આ ઘટના બાબતે નજીર વાણોટે એઝાઝ અબ્બાસ જુણેજા અને ટ્રકમાં બાજુમાં બેઠેલા એક શખ્સ સામે ફરિયાદ નોંાૃધાવી હતી. આ ઘટનામાં બન્ને આરોપી નાસી છુટયા છે. ઉલ્લેખનીય છે કે મૃતક રફીક અગાઉ સુત્રાપાડા પોલીસ માૃથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. એણે એક વર્ષની નોકરી કર્યા બાદ જીપીએસસીની પરીક્ષા આપવાની તયારી કરવા માટે રાજીનામુ આપી દીધું હતું.અને ઉના આવીને તૈયારી આરંભી હતી.