તાલાલામાં ફરસાણ, મીઠાઈની 15 દુકાનોમાં ચેકિંગ
- બગડી ગયેલા મીઠાઈ-ફરસાણના 250 કિલો જથ્થાનો નાશ
- વાસી ખાદ્ય પદાર્થો ન વેચવા અને સ્વચ્છતા જાળવવા દુકાનદારોને તાકીદ
તાલાલા, તા. 20 એપ્રીલ 2020, સોમવાર
તાલાલા શહેરમાં લોકડાઉનને કારણે બંધ રહેલી ફરસાણ અને મીઠાઈની ૧૫ દુકાનોમાં ગીર સોમનાથ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કર્યું. તપાસ દરમ્યાન જુદી જુદી દુકાનોમાંથી બગડી ગયેલો, એક્સપાઇરી ડેટ વટાવી ગયેલો ફરસાણ, મીઠાઈ અને દૂધની બનાવટ સહિતનો 250 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેનો તાકીદે નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા શહેરની વિવિધ કરિયાણાની દુકાનોની પણ તપાસ કરવામાં આવી હતી. ત્યાં વેચાઈ રહેલી ચીજવસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી. વેપારીઓને એક્સપાયર્ડ થઈ ચૂકેલી ચીજવસ્તુઓનું વેચાણ કરવાની મનાઈ કરવામાં આવી હતી. દુકાનોમાં સ્વચ્છતા રાખવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ તાકીદ કરવામાં આવી હતી.