સોમનાથ મંદિરે નિત્ય પૂજન, આરતી તથા દર્શનના સમયમાં કરાયો ફેરફાર
- કંકણાકૃતિ સૂર્યગ્રહણને લીધે
- ૨૦મીએ રાત્રે ૧૦.૧૨ વાગ્યાથી તા.૨૧મીના બપોરે ૧.૨૩ વાગ્યા સુધી નિત્ય પૂજા તથા આરતી રહેશે બંધ
વેરાવળ, તા. ૧૫ જૂન, ૨૦૨૦, સોમવાર
કંકણાકૃતી સુર્યગ્રહણને લઈ તા.૨૦ તથા ૨૧ જૂનના સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન - આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર થયો છે. ૨૦મીએ રાત્રે ૧૦.૧૨ વાગ્યાથી તા.૨૧મીના બપોરે ૧.૨૩ વાગ્યા સુધી નિત્ય પૂજા તથા આરતી રહેશે બંધ
તા.૨૦ તથા ૨૧ જુનના રોજ કંકણાકૃતી સુર્યમગ્રહણ હોય, શાસ્ત્રોકત રીતે આ સુર્યગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પાળવાનું આવશ્યક હોઈ જે અનુસંધાને સોમનાથના સ્તાનીક સમય પ્રમાણે વેધ સ્પર્શ - મધ્ય - મોક્ષ વિગેરે થાય છે. સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરીત તેમજ નિત્ય પૂજન અને મંદિરના દર્શનના સમયમાં ફેરફાર રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો તા.૨૦ રાત્રે ૧૦.૧૨ મીનીટથી તા.૨૧નાં બપોરે ૧.૨૩ મીનીટ સુધી નિત્ય પૂજા આરતી બંધ રહેશે. તેમજ ગ૩હણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે.
વેધ પ્રારંભ તા.૨૦નાં રાત્રે ૧૦.૧૨ મીનીટ ગ્રહણ સ્પર્શ તા.૨૧ના સવારે ૯.૫૭ -૧૫ સેકંડ, ગ્રહણ મધ્ય મધ્યાહ્ન ૧૧.૩૨-૪૬ સેકંડ ગ્રહણ મોક્ષ બપોરે ૧.૨૩ મીનીટે થશે.
તા.૨૧નાં ગ્રહણને લઈ મંદિરનાં દર્શનનો સમય પ્રાત: ૬થી બપોરે ૧ તથા બપોરે ૨.૩૦થી સાંજે ૬.૩૦ સુધીનો રહેશે.