દિવાળી પર્વ પહેલા જ સોમનાથ ટ્રસ્ટના તમામ આવાસો ફૂલ થઈ ગયા


આ સાલ કોરોના ન હોવાથી દિવાળી પર્વ પર શ્રદ્ધાળુઓનો ધસારો  : વેરાવળ પાટણની તેમજ હાઈવે પરની હોટલોમાં પણ યાત્રિકોના બૂકિંગની એડવાન્સ પડાપડી, આવાસ મેળવવા માટે કેટલાય લોકો નકલી એપ્લિકેશન વેબસાઈટનો ભોગ બન્યા

વેરાવળ, : ગત બે વર્ષની સાપેક્ષમાં આ સાલ કોરોનાનો ડર ન હોવાથી  દિવાળી નવા વર્ષ નિમિતે લોકો નિર્ભય થઈને પ્રવાસન મથકે જવા તત્પર બની ગયા છે. જેમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલિત આવાસો અત્યારથી જ ઓનલાઈન બૂકિંગમાં ફૂલ થઈ ગયા છે. આવો જ ધસારો  વેરાવળ પાટણની તેમજ હાઈવે પરની હોટલોમા થઈ ગયો છે. 

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા મુજબ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત લીલાવંતી ,મહેશ્વર ભવન, સાગર દર્શન અને ડોરમેટરી આવાસોમાં અન્ય રાજયોમાં થી આવાસ બૂકિંગ થાય છે અને બૂકિંગ કરવાની એક જ  ઓફિસિયલ વેબસાઈટ છે.એ સિવાય કોઈ જ વેબર્સાઈટ નથી આમ છતા કેટલાક લોકો નકલી વેબસાઈટ અને એપ્લિકેશન બનાવી ઓનલાઈન ફ્રોડ કરીને પૈસા ગુપચાવી જાય છે. અત્યાર સુધીમાં ૩૦ જેટલા લોકો ઓનલાઈન બૂકિંગના નામે ફ્રોડનો ભોગ બન્યા છે. આથી લોકોએ સોમનાથ ટ્રસ્ટની એક જ સાઈટ છે જેમાં બૂકિંગ પુજા અને અન્ય વિગતોના બૂકિંગ થાય છે. જો કે હવે તો સોમનાથ ટ્રસ્ટના બધા આવાસો ફૂલ થઈ ગયા છે. ઓનલાઈન બૂકિંગમાં એસી ટકાની જોગવાઈ રાખવામાં આવી છે. એ બધા ફૂલ થઈ ગયા છે. જયારે વીસ ટકા રૂમ ટ્રાન્જિટ માટે રાખવામાં આવે છે. આ રીતે જોઈએ તો સો ટકા બૂકિંગ થઈ ગયું છે.ઉલ્લેખનીય છે કે હવે જયારે નાણાકીય બાબત આવે ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધિકૃત મોબાઈલ નંબર પર વિગત પૂછીને જ ટ્રાન્ઝેકશન કરવા અનુરોધ કરાયો છે.   સોમનાથ દિવ અને માધવપુર, સાસણ દેવળિયા,ધારી  દિવ,તરફ પ્રવાસીઓનો ધસારો ખૂબજ રહેે છે. તાલાલા અને સાસણના રિસોર્ટ તેમજ હોટલો ખાનગી મકાનો પણ પેક થવા લાગ્યા છે. 

City News

Sports

RECENT NEWS