Get The App

સુત્રાપાડાના ટિબડી નજીક વૃક્ષ ધરાશાયી, ટ્રાફિક જામ

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News
સુત્રાપાડાના ટિબડી નજીક વૃક્ષ ધરાશાયી, ટ્રાફિક જામ 1 - image

પ્રાચી, તા. 04 જુલાઈ 2020, શનિવાર

આજે સવારના સમયે સુત્રાપાડા તાલુકાના ટિબડી નજીક વેરાવળ-કોડીનાર હાઇવે પર અચાનક મસમોટું વૃક્ષ જમીન દોસ્ત થયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં વાહનની અવરજવર બંધ થઈ જવાને લીધે 30 મિનિટ ટ્રાફિક જામ થયો હતો.

રોડની બન્ને તરફ અનેક વાહનો અટવાઈ જવાને લીધે અનેક લોકો હેરાન થઈ ગયા હતા. રોડ પરથી ટેન્કર પસાર થતું હતું ત્યારે જ મસમોટું વૃક્ષ ખાબકવાને લીધે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હોવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ બનાવની જાણ થતાં સરપંચ તેમ જ ગામના આગેવાનોએ ઘટના સ્થળે દોડી ગયા હતા. જેસીબીની મદદથી વૃક્ષને રોડ પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો. ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાને લીધે સોરઠમાં વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ પણ વધી ગઈ છે.

Tags :