સોમનાથ દાદાના દર્શનનો લાભ 10.83 કરોડ ભાવિકોએ લીધો
- સોશિયલ મિડિયાના માધ્યમથી વર્ષ - 2018માં
- 46 દેશોમાં વસતા ભાવિકોએ લહાવો લીધો
વેરાવળ, તા. 22 જાન્યુઆરી 2019, મંગળવાર
સોમનાથ મહાદેવના દર્શનનો સોશ્યલ મીડીયા પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે વર્ષ ૨૦૧૮ દરમ્યાન ફેસબુક પર ૯.૯૮ કરોડ, તો ટ્વીટર પર ૮૫ લાખ મળી દેશ - વિદેશનો ૧૦.૮૩ કરોડ ભગતોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
ભાવિકોને સોમનાથ દાદાના દર્શનનો લાભ મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૫ થી સોશ્યલ મીડીયામાં દર્શન - આરતી - ઉત્સવો - મહોત્સવો અપલોડ કરવાની શરૂઆત કરવામાં આવેલ. તબક્કા વાર આ કાર્યને દેશ - વિદેશમાં વસતા શિવભકતોનો એક અનોખો સહયોગ પ્રાપ્ત થયો, સંખ્યામાં ઉત્તરોતર નોંધપાત્ર વધારો થતો જઇ રહ્યો છે.
ફેસબુક પર વર્ષ ૨૦૧૮ માં ૯.૯૮ કરોડ ભકતોએ વર્ષ પર્યન્ત સોમનાથ મહાદેવના દર્શન - લાઇવ ઇવેન્ટ - આરતી - ઉત્સવ મહોત્સવ વિગેરે નિહાળી સોશ્યલ મીડીયાથી સોમનાથ સાથે જોડાણ સ્થાપીત કરેલ છે. આ દર્શકોમાં ભારત સહિત અમેરીકા, નેપાળ, આરબ અમીરાત, કેનેડા, કુવેત, સા. એરબીયા, કનૈયા, ઓમાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, સા.આફ્રીકા, ફિલિપાઇન્સ, હોંગકોંગ, રશીયા, ચાઇના, ભુટાન, ફ્રાન્સ, જાપાના, ઇન્ડોનેશીયા સહિત ૪૬ દેશોનો સમાવેશ થાય છે. આ પ્રમાણે ટ્વીટર પર વર્ષ ૨૦૧૮ માં ૮૫ લાખ જેટલા ભકતોએ દર્શન - આરતી સહિતનો લાભ લીધો હતો.