Gandhinagar

રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી-નિમણૂક

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારે 10 IPS અને SPS અધિકારીઓની બદલી-નિમણૂકના આદેશ આપ્યા છે. ગૃહ વિભાગે 2023-24 બેચના 4 IPS અધિકારીઓને ASP તરીકે વિવિધ ડિવિઝનમાં નિયુક્ત કર્યા છે. જેમાં માનસી મીણાને વિરમગામ, મૌસમ મહેતાને દિયોદર, પ્રખર કુમારને ખંભાળિયા અને કરણકુમાર પન્નાને લીમખેડામાં જવાબદારી સોંપાઈ છે. 6 SPS અધિકારીઓને SRPFમાં કમાન્ડન્ટ બનાવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી-નિમણૂક

Gujarat 10 IPS SPS Officers Transfer: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 10 IPS અને SPS(સ્ટેટ પોલીસ સર્વિસ) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકનો હુમક કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2023 અને 2024 બેચના ચાર IPS અધિકારીઓને મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ(ASP) તરીકે વિવિધ ડિવિઝનમાં જવાબદારી સોંપાઈ છે.

4 IPS અધિકારીની ASP તરીકે નિયુક્તિ

ગૃહ વિભાગ અનુસાર, IPS માનસી આર. મીણાને અમદાવાદ જિલ્લાના વિરમગામ ડિવિઝન, IPS મૌસમ મહેતાને વાવ-થરાદના દિયોદર ડિવિઝન, IPS પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ડિવિઝન અને IPS કરણકુમાર પન્નાને દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝન ખાતે ASP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

બીજી તરફ, રાજ્યના 6 SPS કેડરના સિનિયર પોલીસ અધિકારીઓની સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ(SRPF)ના વિવિધ ગ્રુપમાં કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે.

image.png