ગુજરાતના ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં ₹850નો વધારો, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Gram Sevak Allowance: રાજ્યના કૃષિ વિભાગ હેઠળ ફરજ બજાવતા ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ગ્રામસેવકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે.
ગુજરાતના ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં ₹850નો વધારો
કૃષિ અને ખેડૂત કલ્યાણ કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, 'રાજ્યમાં કૃષિ વિભાગ હેઠળ હાલ આશરે 2,900 જેટલા ગ્રામસેવકો કાર્યરત છે. સરેરાશ એક ગ્રામસેવકને પોતાના ફાળવેલા સેજામાં 4 થી 5 ગ્રામ પંચાયતોના ગામો અથવા અમુક વિસ્તારોમાં તેથી પણ વધુ ગામોમાં સતત ક્ષેત્રિય પ્રવાસ કરવાનો રહે છે. આ બાબતને ધ્યાને રાખીને, ગ્રામસેવકોને અગાઉ મળતા માસિક રૂ. 1,850ના પ્રવાસ ભથ્થામાં રૂ.850નો વધારો કરીને માસિક રૂ.2,700 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.'
ખેતીવાડી અને કૃષિ યોજનાઓ
રાજ્યમાં ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થયો છે. ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અને સહાયનો લાભ સરળતાથી મળે તે માટે ગ્રામસેવકો નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ગ્રામસેવકોની કામગીરીનો વ્યાપ ઘણો વધ્યો છે. પાકના વાવેતર તથા ઉત્પાદનના અંદાજ માટે મોબાઈલ એપ મારફતે ડિજિટલ સર્વે કરવો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ e-KYC કરાવવું, કુદરતી આપત્તિ કે અતિવૃષ્ટિ સમયે ખેતરોમાં જઈ સર્વે કરી ખેડૂતોને માર્ગદર્શન આપવું, કૃષિ મહોત્સવ/મેળાનું આયોજન, ટેકાના ભાવે ખરીદી અને પ્રાકૃતિક કૃષિ ઝુંબેશ માટે ગામડાઓમાં તેમજ ખેતરો સુધી પહોંચી ખેડૂતોનો સતત સંપર્ક કરવો અનિવાર્ય બન્યો છે.




