Gandhinagar

ધો. 10-12માં અભ્યાસ માટે 244ને બદલે માત્ર 194 દિવસ: બોર્ડના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની ઊઠી ફરિયાદ

By GS Team
25 Nov 20263 mins read
TukuTouch Logo
ગુજરાત બોર્ડના ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે માત્ર 194 દિવસ જ મળતાં હોવાથી પોરબંદરથી જાગૃત નાગરિકે અવાજ ઉઠાવ્યો છે. 50 દિવસ વેકેશન અને વહેલી પરીક્ષાને કારણે દિવસ બગડતા હોવાથી શિક્ષણવિદોએ ચિંતા વ્યક્ત કરી છે. ગાંધીનગરના શિક્ષણ વિભાગને વાસ્તવિકતાને આધારે શૈક્ષણિક કેલેન્ડર બનાવવાની રજૂઆત કરાઈ છે, જેથી વિદ્યાર્થીઓને પૂરતો સમય મળી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધો. 10-12માં અભ્યાસ માટે 244ને બદલે માત્ર 194 દિવસ: બોર્ડના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની ઊઠી ફરિયાદ
AI તસવીર

Gujarat Board Exam Preparation Study Days: રાજ્યભરના ધો.10 અને ધો. 12 બોર્ડના વિદ્યાર્થીઓને ભણવા માટે માત્ર 194 દિવસ જ મળતાં હોવાથી એટલે કે 50 દિવસ એમને એમ બગડી જતાં હોવાથી આ બાબત બાળકોના ભવિષ્ય સાથે સીધો અન્યાય હોવાનું જણાવી પોરબંદરથી અવાજ ઊઠ્યો છે.

વહેલી પરીક્ષા અને વેકેશનમાં બરબાદ થતાં દિવસોનું ક્યાંય એડજસ્ટમેન્ટ નહીં

ધોરણ - 9 અને 11ના વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન અભ્યાસ માટે 244 દિવસ મળે છે, જ્યારે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને ભણવા માટે માત્ર 194 દિવસ જ મળે છે. દર વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓના આશરે 50 શૈક્ષણિક દિવસ બગડે છે. આ બગડતાં દિવસનું ક્યાંય એડજસ્ટમેન્ટ થતું નથી. પોરબંદરના જાગૃત નાગરિકે આ અંગે અવાજ ઊઠાવ્યો છે અને આવનાર સેમેસ્ટરમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવે અને નવા શૈક્ષણિક સત્રમાં મે મહિના અને દિવાળી વેકેશનમાં આ 50 દિવસનું શૈક્ષણિક કાર્ય લંબાવી આપવા તથા નવેમ્બર જેવા મહિનામાં 4 દિવસમાં સાત વિષયનો કોર્સ પૂરો કરવાનો ભાર ઘટાડવા રજૂઆત કરી છે.

શિક્ષણવિદ ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે-

આપણી શાળાઓમાં સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓને ભણવા માટે પૂરતા દિવસો ન મળવાનો છે, કારણ કે આપણી આખી શિક્ષણ પ્રક્રિયા ઘણી મોડી શરૂ થતી હોય છે. ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ અને બોર્ડમાં બેસીને જે એકેડેમિક કેલેન્ડર બનાવી દેવામાં આવે છે તે વાસ્તવિક નથી હોતું, જેથી વિદ્યાર્થીઓને બંને સત્રમાં જેટલા દિવસો વર્ગખંડમાં ભણવાના મળવા જોઈએ તેટલા ખરેખર જમીની હકીકત પર મળતા નથી. છેલ્લા 5 વર્ષની સ્થિતિ જોઈને સરકારે શિક્ષણના દિવસો બાબતે ગંભીરતાથી વિચારીને એવું કેલેન્ડર બનાવવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વધુમાં વધુ ભણવા મળી શકે. આ વાસ્તવિક કેલેન્ડર અને જરૂરી દિવસોના અભાવે શાળાઓમાં અભ્યાસક્રમ સમયસર પૂરા થતાં નથી અથવા તો ખૂબ ઝડપથી પતાવી દેવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓના લર્નિંગ પિરિયડ અને અભ્યાસના કલાકોને સીધું નુકસાન થાય છે.

'બીજી ગંભીર બાબત એ છે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, જ્યારે બીજી તરફ ખાનગી શાળાઓ મસમોટી ઊંચી ફી વસૂલે છે છતાં ત્યાં પૂરતી લાયકાત વિનાના શિક્ષકો હોય છે. આ સિવાય સૌથી મોટો પ્રશ્ન શાળાઓ અને ખાનગી કોચિંગ ક્લાસ વચ્ચેનું જોડાણ છે, જેમાં ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12માં વિદ્યાર્થીનું નામ શાળામાં બોલાતું હોય પરંતુ તે ખરેખર અન્ય સ્થળે કે કોચિંગમાં જઈને ભણતો હોય છે. જો સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા અને ગુણવત્તા સાચે જ સુધારવી હોય, તો છેલ્લા 5 વર્ષમાં જમીન પર વિદ્યાર્થીઓને ખરેખર કેટલા દિવસો ભણવાના મળ્યા છે તેની વાસ્તવિક સમીક્ષા કરીને નવું કેલેન્ડર બનાવવું પડશે.'

કેલેન્ડર અને વાસ્તવિકતા વચ્ચે તફાવત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂનથી જ કેલેન્ડર જાહેર થાય છે જેમાં, પ્રથમ સત્રના 124 અને દ્વિતીય સત્રના 120 મળી કુલ 244 દિવસનું આયોજન કાગળ પર દેખાય છે, પરંતુ બોર્ડની પરીક્ષા 25 ફેબ્રુઆરીએ આવી જતાં ફેબ્રુઆરી પછીના અને માર્ચના દિવસો બાદ થઈ જાય છે જેનાથી આશરે 50 દિવસ ઘટી જાય છે.

નવેમ્બરમાં માત્ર ચાર જ વર્કિંગ ડે!

શિક્ષણ બોર્ડનાં શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર પ્રમાણે નવેમ્બર મહિનામાં માત્ર 4 દિવસ જ વર્કિંગ ડે છે. દિવાળી વેકેશનને કારણે આખો મહિનો લગભગ રજામાં જ જતો રહે છે. પછી ફટાફટ કોર્સ પૂરો કરવામાં બાળકોને સમજણ વગર ભણવું પડે છે. આથી તેમના ભવિષ્ય ઉપર માઠી અસર પડે છે.