Gandhinagar

ગાંધીનગરની મતદાર યાદીમાં છબરડાનો આક્ષેપ: મતદારના નામ ગુજરાતીના બદલે અન્ય લિપિમાં દર્શાવ્યા, ચૂંટણી પંચ પાસે તપાસની માગ

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગર મહાનગરપાલિકાની મતદાર યાદીમાં કોંગ્રેસે ગંભીર છબરડાનો આક્ષેપ કર્યો છે. વોર્ડ નં. 8માં 2 મતદારોના નામ ગુજરાતીને બદલે દક્ષિણ ભારતીય ભાષાની લિપિમાં દર્શાવાયા છે. પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ આ મુદ્દે ચૂંટણી પંચ પાસે તપાસ અને સમગ્ર યાદીની પુનઃ ચકાસણીની માંગ કરી છે. આ ભૂલ સામાન્ય ટાઇપિંગ ભૂલ ન હોવાનું કોંગ્રેસનું કહેવું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરની મતદાર યાદીમાં છબરડાનો આક્ષેપ: મતદારના નામ ગુજરાતીના બદલે અન્ય લિપિમાં દર્શાવ્યા, ચૂંટણી પંચ પાસે તપાસની માગ

Gandhinagar GMC Voter List Controversy Congress Allegation: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીમાં બે મતદારોના નામ ગુજરાતી લિપીને બદલે અન્ય લિપિમાં દર્શાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. વોર્ડ નં. 8ના વિભાગ નં. 6/36માં મતદાર ક્રમાંક 717 અને 718ના નામ અન્ય દક્ષિણ ભારતીય ભાષાની લિપિમાં દર્શાવાયા હોવાનુ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોનીએ જણાવ્યું છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, મતદાર યાદીના જે પાનામાં આ બંને નામ છે, તેમાં બાકીની તમામ વિગતો ગુજરાતી લિપિમાં છે. આવી સ્થિતિમાં એક જ પાનામાં માત્ર બે મતદારોના નામ અલગ લિપિમાં કેવી રીતે દર્શાવવામાં આવ્યાં તે અંગે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે.

ગાંધીનગરની મતદાર યાદીમાં છબરડાનો આક્ષેપ

પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ ટી. સોનીએ આક્ષેપ કર્યો છે કે, આ બાબતને માત્ર સામાન્ય ટાઇપિંગની ભૂલ ગણીને અવગણી શકાય નહીં. મતદાર યાદી ચૂંટણી પ્રક્રિયાનો મહત્ત્વનો આધાર હોવાથી યાદી તૈયાર થયા બાદ તેની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તે અંગે તેમણે સવાલ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, એક જ પાનામાં આવી વિસંગતિ નજરે પડે છે ત્યારે સમગ્ર મતદાર યાદીમાં આવી બીજી કોઈ ભૂલ રહી ગઈ છે કે નહીં તેની પણ ચકાસણી જરૂરી છે. હાલ આ એક જ કિસ્સો સામે આવ્યો છે અને અન્ય મતદાર યાદીઓની ચકાસણી હજુ બાકી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

ચૂંટણી પંચ પાસે તપાસ અને પુનઃચકાસણીની માગ

કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ પાસે સમગ્ર મામલાની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. સંબંધિત બંને મતદારોની મૂળ નોંધ સાથે વિગતોની ચકાસણી કરી જરૂરી સુધારો કરવા તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની સમગ્ર મતદાર યાદીનું પુનઃવેરિફિકેશન કરાવવાની પણ માગ કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું છે કે, મતદાર યાદીની ચોકસાઈ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે મહત્ત્વપૂર્ણ છે. તેથી યાદીમાં આવી વિસંગતિ સામે આવે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તેની તપાસ કરી જરૂરી સુધારા કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે.