Gandhinagar

ગાંધીનગર: રૂપાલના વરદાયિની મંદિરે આજે પરંપરાગત પલ્લીનો મેળો, માર્ગો ઉપર ઘીની નદીઓ વહેશે, તંત્ર ઍલર્ટ મોડ પર

By GS Team
19 Oct 20263 mins read
TukuTouch Logo
ગાંધીનગર નજીક રૂપાલ વરદાયિની માતાજીના મંદિરે નવરાત્રીની નોમની રાત્રીએ પલ્લીનો મેળો યોજાશે. 19મી ઑક્ટોબરે યોજાનાર આ મેળામાં 10 લાખ ભક્તો ઉમટવાનો અંદાજ છે. મહાભારત કાળથી નીકળતી આ પલ્લી પર 20 કરોડથી વધુના શુદ્ધ ઘીનો અભિષેક કરાશે. વહીવટી તંત્રએ સુરક્ષા અને આરોગ્ય માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર: રૂપાલના વરદાયિની મંદિરે આજે પરંપરાગત પલ્લીનો મેળો, માર્ગો ઉપર ઘીની નદીઓ વહેશે, તંત્ર ઍલર્ટ મોડ પર

Rupal Palli Mahotsav 2026: ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયિની માતાજીની દર વર્ષે નવરાત્રિના નોમની રાત્રિએ પલ્લી નીકળવામાં આવશે. ત્યારે આજે (19મી ઑક્ટોબર) પલ્લીનો મેળો યોજાશે, જેના માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે દસ લાખ ભક્તો ઉમટવાના હોવાનો અંદાજ છે જેને લઈને વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સોમવારે મધ્યરાત્રિએ માતાજીની આજ્ઞા બાદ નીકળતી પાંચ જ્યોતવાળી આ પલ્લી ઉપર 20 કરોડથી વધુ રૂપિયાના ચોખ્ખા ઘીનો અભિષેક થશે.

ગામને જોડતાં માર્ગ ભારે વાહનો માટે બંધ કરી દેવાયા

રૂપાલ ગામમાં મહાભારત કાળથી પલ્લી નીકળે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, હસ્તીનાપુરના યુદ્ધમાં વિજય થયા બાદ કૃષ્ણએ પાંડવોને સાથે રાખીને ગામમાં સોનાની પલ્લી બનાવાવી હતી અને અહીં પલ્લી નીકળી હતી. ત્યારથી આ પરંપરા ચાલુ છે. વરદાયિની માતાજી મંદિરમાં નવરાત્રિના નોમની રાત્રિએ વિશાળ પલ્લી મેળો ભરાય છે અને આસ્થાની સાથે લાખો લોકો આસ્થાના પ્રતિકસમા રૂપાલમાં આ પલ્લી મેળા યોજાશે. ત્યારે નોમની રાત્રે રૂપાલમાં પલ્લી નીકળવાની છે, જેની તૈયારીઓ ઘણાં વખત પહેલેથી જ શરૂ થઈ ગઈ હતી. આ મંદિરનો વહીવટ સરકાર હસ્તક છે અને રૂપાલની પલ્લીમાં આઠ લાખ જેટલા ભક્તો આવતા હોવાના કારણે કલેક્ટર આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ વિવિધ વિભાગો અને મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે બેઠક શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, આ વખતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

24 કલાક ચાર મેડિકલ ટીમો સ્ટેન્ડ ટુ રહેશે

રૂપાલ ગામમાં પલ્લીના મેળા અને પલ્લી દરમિયાન આરોગ્ય વિભાગની ચાર ટીમ અલગ-અલગ સ્થળે રાઉન્ડ ધી ક્લોક હાજર રહેશે. જેમાં વરદાયિની માતાજીના મંદિર ખાતે એક ટીમ, પીએચસી સેન્ટર ખાતે એક ટીમ અને બે ટીમ આંગણવાડી ખાતે તબીબો સહિતની મેડિકલ ટીમ સ્ટેન્ડ ટુ રહેશે. આ ઉપરાંત કોઈ આકસ્મિક સ્થિતિ કે અન્ય કારણોથી દર્દીને હૉસ્પિટલ ખસેડવાની ફરજ પડે તો તે માટે ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવશે. એટલું જ નહીં, ભક્તો ગામમાં અલગ-અલગ જગ્યાથી પાણી પીતા હોય છે. ત્યારે પાણીના કારણે કોઈની તબીયત બગડે નહીં તે માટે પાણીનું પણ ટેસ્ટિંગ શરૂ કરી દેવાશે. જેમાં ગામમાં પાણીના ચાર મુખ્ય લાઇનમાં ક્લોરીનેશનની માત્રા જળવાય છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે, સાથે સાથે અહીં પાણીનું સુપર ક્લોરીનેશન કરીને જ વિતરણ કરવામાં આવે તે માટે સુચના પણ અપાઈ છે.

રૂપાલ પલ્લી મહોત્સવને લઈને જિલ્લા તંત્ર સજ્જ

મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુ્દૃઢ રહે તથા કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની વિશેષ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત પલ્લીના 24 મહત્ત્વના સ્થળો પર દેખરેખ માટે 24 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ભક્તોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અંદાજે 500 પોલીસ જવાનો અને 300 હોમગાર્ડ જવાનો ખડેપગે ફરજ બજાવશે. શ્રદ્ધાળુઓની અવરજવર સરળ બને તે માટે અમદાવાદ એસ.ટી. ડેપો દ્વારા ખાસ વાહનોની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

મેળામાં આવતા ભાવિકોના આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપીને ખાનપાનની ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે 9 ફૂડ સેફટી અધિકારીઓની ટીમ કાર્યરત કરાઈ છે. આ સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર સેફટીની 4 ટીમો અને વીજ પુરવઠો અખંડ જાળવી રાખવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીની 17 ટીમો તહેનાત કરવામાં આવી છે. દાન સ્વીકાર કેન્દ્ર પર પણ વ્યવસ્થા જાળવવા 19 કર્મચારીઓની ફાળવણી કરાઈ છે.

રૂપાલ પલ્લી મેળા માટે આજે સાંજથી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન

ગાંધીનગર તેમજ કલોલ અને માણસા ડેપો દ્વારા દર વર્ષે ભાવિક ભક્તોને ધ્યાને રાખીને એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આ વર્ષે પણ રાત્રિના સમયે બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ભાવિક ભક્તોને પણ આવનજવનમાં સરળતા મળી શકે એ પ્રકારે આયોજન હાથ ધરવામાં આવશે. બપોર બાદ ગાંધીનગર એસટી ડેપો દ્વારા ભાવિક ભક્તોની માંગને ધ્યાને રાખીને રૂપાલના રૂટ ઉપર સવાર સુધી બસનું સંચાલન કરવામાં આવશે. બીજી તરફ પલ્લીના બીજા દિવસે પણ આ રૂટ ઉપર એક્સ્ટ્રા બસ અવરજવર કરશે. આ ભવ્ય આયોજનથી રૂપાલ પલ્લીનો આ પાવન મહોત્સવ સુરક્ષિત અને સફળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.