Get The App

ઝિન્નત અમાનની કમબેક ફિલ્મ બન ટિક્કી કન્ફર્મ થઈ

Updated: Nov 5th, 2023

GS TEAM

Google News
Google News
ઝિન્નત અમાનની કમબેક ફિલ્મ બન ટિક્કી કન્ફર્મ થઈ 1 - image


મનિષ મલ્હોત્રાએ  સત્તાવાર ઘોષણા કરી 

ઝિન્નત અમાન સાથે  શબાના આઝમી, અભય દેઓલ સહકલાકારો હશે

મુંબઈ: ૭૦ અને ૮૦ના દાયકાની ટોચની હિરોઈન રહી ચૂકેલી ઝિન્નત અમાનની કમબેક ફિલ્મ 'બન ટિક્કી' કન્ફર્મ થઈ છે. ફિલ્મના સર્જક મનીષ મલ્હોત્રાએ આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી દીધી છે. આ ફિલ્મમાં શબાના આઝમી તથા અભય દેઓલ ઝિન્નતના સહકલાકારો હશે. 

૭૦ અને ૮૦ના દાયકાની ટોચની હિરોઈન રહી ચૂકેલી ઝિન્નતે ૧૯૮૯ પછી ફિલ્મોમાં કામ છોડી દીધું હતું. તે પછી ૧૦ વર્ષ પછી તેણે પુનરાગમન કર્યું હતું પરંતુ તેને કોઈ મોટી યાદગાર ફિલ્મ ક્યારેય 

મળી ન હતી. 

ઝિન્નત છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ફરી એક્ટિવ થઈ ગઈ છે અને લગભગ દરરોજ કોઈને કોઈ પોસ્ટ કરે છે. સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોઈંગ પણ સતત વધી રહ્યું છે. 

ઝિન્નત 'બન ટિક્કી'થી પુનરાગમન કરી રહી હોવાની વાત લાંબા સમયથી ચર્ચાતી હતી. જોકે, હવે ખુદ મનિષ મલ્હોત્રાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી હતી. મનિષે શબાના તથા અભય દેઓલ સાથે ઝિન્નતની એક તસવીર પોસ્ટ કરી હતી અને જણાવ્યુ ંહતું કે હું ખુદ શબાના અને ઝિન્નત બંનેનો મોટો ફેન રહ્યો છે. 

Tags :