લોસ એંજલ્સ તા.31 જાન્યુઆરી 2019, ગુરુવાર
મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક ઝેક સ્નાઇડર હવે આર્મી ઑફ ધ ડેડ નામની એક ઝોમ્બી થ્રીલર ફિલ્મનંુ ડાયરેક્શન કરશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
ઝેકે સંભળાવેલી સ્ટોરીલાઇન પરથી જોબી હેરોલ્ડે સ્ક્રીપ્ટ તૈયાર કરી છે એવું પણ વેરાયટી ડૉટ કોમના આ અહેવાલમાં જણાવાયું હતું. કેસિનો સિટિ લાસ વેગાસમાં ઝોમ્બી આક્રમણ ફાટી નીકળતાં કેટલાક જાંબાઝ મર્સનરીઝ જાનના જોેખમે આ અનિષ્ટને નષ્ટ કરવા માટે કમર કસે છે એવી કથા આ ફિલ્મમાં છે.
ેઝેક પોતે, એની પત્ની દેબોરાહ અને વેસ્લી કોલર આ ફિલ્મના નિર્માતા છે. નેટફ્લીક્સ પ્રસ્તુતકર્તા તરીકેની જવાબદારી સંભાળશે એમ પણ આ અહેવાલમાં જણાવાયું હતું.
ઝેકે પંદર વર્ષ પહેલાં ડોન ઑફ ધ ડેડ ફિલ્મથી ડાયરેક્શન શરૂ કર્યું હતું જે ફિલ્મ સુપરહિટ નીવડી હતી. તાજેતરની એની હિટ ફિલ્મોમાં જસ્ટિસ લીગ, બેટમેન વર્સેસ સુપરમેનઃ ડોન ઑફ જસ્ટિસ અને મેન ઑફ સ્ટીલનો સમાવેશ થયો હતો.


