Get The App

યુ ટયુબર ભુવન બામ વામિકા ગબ્બીનો હિરો બનશે

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
યુ ટયુબર ભુવન બામ વામિકા ગબ્બીનો હિરો બનશે 1 - image

- કરણ જોહરની નવી  ફિલ્મમાં હિરોનો રોલ  મળ્યો  

- કુકુ કી કુંડલી નામની રોમાન્ટિક કોમેડી ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતથી શરુ થશે

મુંબઈ : યુ ટયુબર ભુવન બામ હવે બોલીવૂડ ફિલ્મના સોલો હિરો તરીકે શરુઆત કરી રહ્યો છે. કરણ જોહરે તેને એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ  'કુકુ કી કુંડલી' માં હિરો તરીકે તક આપી છે. આ ફિલ્મમાં  વામિકા ગબ્બી તેની હિરોઈન હશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ લખાઈ રહી છે. શૂટિંગ મોટાભાગે આ વર્ષના અંતથી શરુ થઈ જશે. 'ગુંજન સકસેનાઃ ધી કારગિલ ગર્લ' અને 'મિ. એન્ડ મિસિસ માહી' જેવી ફિલ્મોનું  દિગ્દર્શન કરનારા શરણ શર્માને આ ફિલ્મનું સુકાન સોંપાયું છે. 

ભુવન બામ અગાઉ એક ઓટીટી સીરિઝમાં રોલ કરી ચૂક્યો છે. જોકે, ફૂલફલેજ્ડ હિરો તરીકે તેની આ પહેલી ફિલ્મ હશે. બીજી તરફ વામિકા ગબ્બી ન્યૂ જનરેશનની લોકપ્રિય એકટ્રેસ તરીકે સેટ થઈ ચૂકી છે.